Sunday, June 14, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપાલભાઈ આંબલીયા પક્ષપાત કરીને ખેડૂતોને ગુમરાહ કરી કોંગ્રેસના રોટલા શેકી રહ્યા છે:...

પાલભાઈ આંબલીયા પક્ષપાત કરીને ખેડૂતોને ગુમરાહ કરી કોંગ્રેસના રોટલા શેકી રહ્યા છે: પંકજ રાણસરિયા, આપ નેતા અને ખેડૂત આગેવાન

પાલભાઈ આંબલીયા તમે છીછરી રાજનીતિ કરીને આંદોલનને તોડવાના પ્રયાસ કરી રહ્યા છો: પંકજ રાણસરિયા, ખેડૂત આગેવાન*

પાલભાઈ તમે ખેડૂતોના આંદોલન અને ખેડૂતોની એકતાને તોડવાની કોશિશ ન કરો: પંકજ રાણસરિયા, ખેડૂત આગેવાન*

AAPના ઘણા આગેવાનોએ રાજકારણથી દૂર રહીને ખેડૂત તરીકે આંદોલનને સમર્થન કર્યું, ત્યારે અમુક નેતાઓના પેટમાં તેલ રેડાયું: પંકજ રાણસરિયા, ખેડૂત આગેવાન*

ખેડૂતના હક માટે આપણી સાથે મળીને લડવું જોઈએ: પંકજ રાણસરિયા, ખેડૂત આગેવાન*

પાલભાઈ આંબલીયાએ જે છીછરી રાજનીતિ કરી, એને ગુજરાતના લોકો હવે જાણી ગયા છે: પંકજ રાણસરિયા, ખેડૂત આગેવાન*

ખેડૂતોની આ લડાઈ તાનાશાહી સરકાર સામે છે, કોઈ પક્ષ પાર્ટી સામે નહીં: પંકજ રાણસરિયા, ખેડૂત આગેવાન*

આ લડાઈ કોંગ્રેસની નહિ પરંતુ ખેડૂતોને તેમના હક અપાવવાની લડાઈ છે: પંકજ રાણસરિયા, ખેડૂત આગેવાન*

ખેડૂત આગેવાન પંકજ રાણસરિયાએ જણાવ્યું હતું કે આજે ખેડૂતોના કાળજારૂપી ખેતરોમાં વીજલાઈનોના થાંભલા કંપનીઓ દ્વારા જબરદસ્તીથી ઉભા કરવામાં આવી રહ્યા છે. તાનાશાહી સરકારના તંત્રના સહારે એક પણ રૂપિયાનું યોગ્ય વળતર ચૂકવ્યા વગર કંપનીઓ ખેડૂતોના ખેતરો ખૂંદી રહી છે, ઉભા પાકને નુકસાન પહોંચાડી રહી છે અને ખેડૂતોની મંજૂરી લીધા વગર થાંભલા નાખી રહી છે. આ અન્યાય સામે ખેડૂતોના દીકરા તરીકે અને રાજકીય કાર્યકર તરીકે અમે લાંબા સમયથી ખેડૂતોની સાથે ખભેખભા મિલાવીને લડાઈ લડી રહ્યા છીએ. આ લડાઈ ખેડૂતોના હક્કોની છે, પછી તે જેતપર ગામ હોય, કોંઢ ગામ હોય કે અન્ય કોઈ વિસ્તાર હોય જ્યાંથી હાઈટેન્શન વીજલાઈનો પસાર થઈ રહી છે. જ્યારે અમે ખેડૂતોના હકો માટે અવાજ ઉઠાવ્યો અને સમર્થન જાહેર કર્યું, ત્યારે અમારી ફરજ હતી કે ખેડૂતોની સાથે ઊભા રહીએ. આમ આદમી પાર્ટીના અનેક નેતાઓએ પણ રાજકારણથી ઉપર ઉઠીને ખેડૂતોના હિતમાં પોતાનો ટેકો જાહેર કર્યો છે.

ખેડૂત આગેવાન પંકજ રાણસરિયાએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે મેં સોશિયલ મીડિયા પર કેટલીક ટિપ્પણીઓ જોઈ, ખાસ કરીને પાલભાઈ આંબલિયાની, ત્યારે મને આશ્ચર્ય થયું. આ લડાઈ કોઈ એક પક્ષની નથી, આ લડાઈ તાનાશાહી સરકાર સામેની છે, ખેડૂતોના પ્રશ્નોની છે અને ખેડૂતોના અધિકારોની છે. ત્યારે આંદોલનને પક્ષપાત અને રાજકીય રંગ આપવાનો પ્રયાસ શા માટે થઈ રહ્યો છે? હું પાલભાઈને મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે મોટી મોટી વાતો કરવાને બદલે ખેડૂતોના હકો માટે સૌએ એક થવું જોઈએ. આજે તમે આ લડાઈને પ્રાઈવેટ બનાવી, પક્ષપાત ઉભો કરી અને ખેડૂતોમાં ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છો. જ્યારે ખેડૂતો માટે સંઘર્ષ કરવાનો સમય હોય ત્યારે બધા ખેડૂત આગેવાનો અને ખેડૂતોના દીકરાઓએ સાથે મળીને લડવું જોઈએ, પક્ષપાત કરીને આંદોલનને નબળું ન બનાવવું જોઈએ. પાલભાઈ તમે ખેડૂતોના આંદોલન અને ખેડૂતોની એકતાને તોડવાની કોશિશ ન કરો. તમારા નિવેદનો પરથી એવું લાગી રહ્યું છે કે તમે ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો અને 15મી તારીખના ખેડૂત આંદોલનને નબળું પાડવાનો પ્રયાસ કરી રહ્યા છો.આ લડાઈ કોંગ્રેસની નહિ પરંતુ ખેડૂતોને તેમના હક અપાવવાની લડાઈ છે. આવી હલકી રાજનીતિ ખેડૂતો ક્યારેય સ્વીકારશે નહીં

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments