Wednesday, June 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની ખાખરાળા તાલુકા શાળામાં સ્ટેશનરી કીટ આપી તેજસ્વી છાત્રોનું સન્માન કરી ભૂતપૂર્વ...

મોરબીની ખાખરાળા તાલુકા શાળામાં સ્ટેશનરી કીટ આપી તેજસ્વી છાત્રોનું સન્માન કરી ભૂતપૂર્વ વિદ્યાર્થી પી.ડી.કાજીયાએ શાળાનું ઋણ ચૂકવ્યું

મોરબી : મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં તાજેતરમાં શાળા પ્રવેશોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા સ્કૂલ બેગ, સ્ટેશનરી અને નાસ્તાનું વિતરણ કરાયું હતું. તેમાંય ખાસ કરી આ શાળામાંથી પાયાનું શિક્ષણ મેળવી ઉજ્જવળ કારકિર્દી બનાવીને હવે શિક્ષણવિદ થઈ હજારો વિદ્યાર્થીઓના ઉમદા ચારિત્ર્ય ઘડતર સાથે શ્રેષ્ઠ શિક્ષણ આપી ઉજ્જવળ કારકિર્દી બનાવવામાં મહત્વનું યોગદાન આપનાર પ્રતિષ્ઠિત નવયુગ સંકુલ શેક્ષણીક સસ્થાનના સુપ્રીમો પી.ડી.કાજીયાએ આ શાળામાં બાળકોને સ્ટેશનરી કીટ આપી તેજસ્વી છાત્રોનું સન્માન કરી શાળાનું ઋણ ચૂકવ્યું હતું.

તાજેતરમાં ખાખરાળા તાલુકા શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આંગણવાડી અને બાલવાટિકાના નાના ભૂલકાઓને ઉત્સાહભેર શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જલ્પાબેન ત્રિવેદી (મહિલા આરોગ્ય અને બાળ વિકાસ અધિકારી,જિલ્લા પંચાયત મોરબી), પ્રશાંતભાઈ ગઢવી (સીટી મામલતદાર) દુષ્યંતભાઈ મારવાણીયા (C.R.C.Co.), પી.ડી. કાંજીયા(,પ્રમુખ,નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન) સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી ઉમળકાભેર આવકાર આપ્યો હતો.

આ કાર્યક્રમનું એક પ્રેરણાદાયક પાસું એ હતું કે ખાખરાળા ગામની આ જ શાળામાં અભ્યાસ કરી ચૂકેલા પી.ડી. કાંજીયા દ્વારા બાળકોને વિશેષ રીતે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમણે માતૃસંસ્થા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા બાળકોને સ્કૂલ બેગ અને સ્ટેશનરી કીટનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ બાળકો માટે નાસ્તાની વ્યવસ્થા પણ તેમના દ્વારા કરવામાં આવી હતી. આ ઉમદા કાર્ય થકી તેમને જે શાળામાં ભણ્યા તે જ શાળાનું ઋણ ચૂકવવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો હતો.આ ભૂતપૂર્વ વિદ્યાર્થીએ માતૃસંસ્થાનું ઋણ ચૂકવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments