Thursday, June 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેર પંથકમાં ખનીજ ચોરી પર LCBનો સપાટો: રૂ.1 કરોડનો મુદ્દામાલ પકડ્યો

વાંકાનેર પંથકમાં ખનીજ ચોરી પર LCBનો સપાટો: રૂ.1 કરોડનો મુદ્દામાલ પકડ્યો

મોરબી : મોરબી એલસીબી ટીમે વાંકાનેર તાલુકા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રોયલ્ટી પાસ વગર સિલિકા રેતી ભરીને જતા 4 ડમ્પરને ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત ખાણ ખનિજ વિભાગને પણ આગળની ધોરણસરની કાર્યવાહી કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો છે

પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબી પીઆઈ એસ.પી. જાડેજાની સુચનાથી પીએસઆઈ બી.ડી. ભટ્ટ, પીએસઆઈ વી.જી. માલાણી અને તેમની ટીમે વાંકાનેર તાલુકાના લુણસર રોડ અને ગારીડાથી ગુંદાખડા તરફ જતા રોડ પરથી 4 ડમ્પરને ચેકિંગ માટે રોક્યા હતા. પૂછપરછ અને તપાસ દરમિયાન આ વાહનોમાં રોયલ્ટી પાસ વિના ગેરકાયદેસર રીતે આશરે 158 ટન સિલિકા રેતી ભરેલી હોવાનું જણાઈ આવ્યું હતું. આથી પોલીસે એમ.વી. એક્ટ કલમ 207 મુજબ વાહનો ડીટેઇન કરી દંડ અંગેની આગળની કાર્યવાહી માટે મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી, ખાણ ખનીજ વિભાગ મોરબીને રિપોર્ટ કર્યો છે.

પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ મુદ્દામાલની વિગત જોઈએ તો, તેમાં રૂ. 25,00,000 ની કિંમતનું અશોક લેલન ડમ્પર નંબર GJ36V 5056, રૂ. 25,00,000 ની કિંમતનું અન્ય એક અશોક લેલન ડમ્પર નંબર GJ13AW 9177, રૂ. 25,00,000 ની કિંમતનું ટાટા ડમ્પર રજી નંબર GJ36X 8148 અને રૂ. 25,00,000 ની કિંમતનું ટાટા ડમ્પર રજી નંબર GJ03CU 8382 નો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ વાહનોમાં ભરેલ આશરે 158 ટન સિલિકા રેતી જેની કિંમત રૂ. 79,000 થાય છે, તે પણ જપ્ત કરવામાં આવી છે. આમ, પોલીસે વાહનો અને રેતી મળીને કુલ રૂ. 1,00,79,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ સફળ કામગીરી એલસીબી પીઆઈ એસ.પી. જાડેજા, પીએસઆઈ બી.ડી. ભટ્ટ, પીએસઆઈ વી.જી. માલાણી તથા એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડ મોરબીના સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments