Thursday, June 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં રફાળેશ્વર સ્ટેટ હાઇવેથી નમોવન સુધીના આઇકોનીક રોડનું રાજ્યમંત્રી ના હસ્તે ખાતમુહૂર્ત

મોરબીમાં રફાળેશ્વર સ્ટેટ હાઇવેથી નમોવન સુધીના આઇકોનીક રોડનું રાજ્યમંત્રી ના હસ્તે ખાતમુહૂર્ત

મોરબી: મોરબીમાં રફાળેશ્વર સ્ટેટ હાઈવેથી નમોવન સુધીના આઇકોનિક રોડનું આજરોજ રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. માત્ર 37 દિવસના ટૂંકા ગાળામાં એક સાથે 10 લાખ વૃક્ષો વાવવાનું ભગીરથ કાર્ય જ્યાં સંપન્ન થયું છે, તેવા નમોવનને રફાળેશ્વર સ્ટેટ હાઇવે સાથે જોડવા માટે એક આઇકોનીક રોડ બનાવવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા આ રોડ બનાવવા માટે રૂપિયા 3.3 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. આશરે 2.00 કિ.મી. લંબાઈનો આ સી.સી. રોડ નમોવન અને રફાળેશ્વર સ્ટેટ હાઇવેને સીધો જોડે છે. આ રોડનો ખાતમુહૂર્ત સમારોહ આજ તારીખ 24-06-2026ના રોજ યોજાયો હતો.

આ રોડનું ખાતમુહુર્ત શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કાંતિલાલ અમૃતિયા દ્વારા કરાયું હતું. આ સાથે જિલ્લા પંચાયતના હોદ્દેદારો, સરપંચો, તાલુકા પંચાયતના હોદ્દેદારો અને સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments