રાત્રી ના ૪ વાગ્યા સુધી માં કામ પૂર્ણ કરાવી વિસ્તાર ના લોકો ની સુખાકારી પ્રત્યે કટીબદ્ધતા પ્રદર્શિત કરતા કોર્પોરેટરશ્રીઓ તેમજ સ્થાનિક આગેવાનો.
મોરબી વોર્ડ નં-૭ ના સંલગ્ન વિસ્તાર પંચાસર રોડ ના ખુણા થી સુપર ટોકીઝ સુધી ના વિસ્તાર માં માથા ના દુખાવા સમાન મસમોટા ખાડા ના પ્રશ્ન ને નિવારવા વોર્ડ-૭ ના કોર્પોરેટરશ્રી ભાવીનભાઈ ઘેલાણી, મમતાબેન ઠાકર, જલ્પાબેન સોનગ્રા તથા સ્થાનિક આગેવાન ધીરેન્દ્રભાઈ ઠાકર, ડાયાભાઈ સોનગ્રા, મોહસીન ભાઈ,ચિરાગભાઈ રાચ્છ સહીતનાઓ દ્વારા પાક્કુ RCC પેચ વર્ક નું કાર્ય મહાનગરપાલીકા ના અધિકારીઓ તથા કર્મચારીઓ ની મદદથી હાથ ધરવા માં આવ્યુ હતુ. વિસ્તાર ના લોકો ની સુખાકારી તેમજ સુવિધા માટે હરહંમેશ કટીબદ્ધ એવા વોર્ડ નં-૭ ના કોર્પોરેટરશ્રીઓ તેમજ સ્થાનિક આગેવાનોએ રાત્રી ના ૪ વાગ્યા સુધી કામ કરાવી કામ પૂર્ણ કરાવ્યુ હતુ.












