Monday, August 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃદ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવાયું

મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃદ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવાયું

મોરબી : પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા મોરબીમાં અનેક સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે, ત્યારે વધુ એક સેવાની સરવાણી વહાવી વૃદ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.

પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા મેડિકલ કેમ્પ, મોટિવેશન સેમિનાર, રક્તદાન કેમ્પ અને નબળા વર્ગના લોકોને જરૂરી ચીજવસ્તુઓ આપવા સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ કડી અંતર્ગત ગ્રુપના સભ્ય ચંદાબેન ઓમપ્રકાશભાઈ કાબરાના સહયોગથી ઘરેથી જ રસોઈ બનાવીને મોરબીના શંકર આશ્રમ નજીક આવેલા ‘મા બા વૃદ્ધાશ્રમ’ ખાતે વડીલોને શુદ્ધ અને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું. વડીલોએ ખૂબ જ આનંદભેર ભોજનની મજા માણી હતી અને પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના સભ્યોને ભવિષ્યમાં પણ આવા વધુને વધુ સેવાકીય કાર્યો કરતા રહે તેવા હૃદયપૂર્વકના આશીર્વાદ આપ્યા હતા.

આ સેવાકીય કાર્યને સફળ બનાવવા માટે સાધનાબેન ઘોડાસરા, કાજલબેન આદ્રોજા, ચંદાબેન કાબરા, આશાબેન ભાલોડિયા અને અલ્પાબેન કાસુન્દ્રા સહિતના સભ્યોએ હાજર રહીને સેવાનો લાભ લીધો હતો અને સહભાગી બન્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments