Tuesday, June 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સ્વ. ધનગૌરીબેન બોરસાણીયાના સ્મરણાર્થે રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીમાં સ્વ. ધનગૌરીબેન બોરસાણીયાના સ્મરણાર્થે રક્તદાન કેમ્પ યોજાયો

મોરબી: ડૉ. જયેશભાઈ બોરસાણીયા (આસિસ્ટન્ટ પ્રોફેસર, પિડિયાટ્રિક વિભાગ, GMERS મેડિકલ કોલેજ, મોરબી)ના માતૃશ્રી સ્વ. ધનગૌરીબેન ભગવાનજીભાઈ બોરસાણીયાના સ્મરણાર્થે બ્લડ બેન્ક, GMERS જનરલ હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 20 જૂન, 2026ના રોજ સ્વ. ધનગૌરીબેનનું અવસાન થતાં તેમની પવિત્ર સ્મૃતિને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો.

રક્તદાન કેમ્પમાં પરિવારના સભ્યો, સગા-સંબંધીઓ, મિત્રો તેમજ શુભેચ્છકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. રક્તદાન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળી રહે અને સમાજમાં માનવસેવાની ભાવના વધુ મજબૂત બને તેવા ઉમદા હેતુ સાથે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ સ્વ. ધનગૌરીબેનને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આયોજક પરિવારે રક્તદાન કરનાર તમામ દાતાઓ તેમજ બ્લડ બેન્ક, GMERS જનરલ હોસ્પિટલના તબીબી સ્ટાફ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments