મોરબી: મોરબીના જેતપર ગામે ‘ખેડૂત ક્રાંતિ સંગઠન’ દ્વારા ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનને ગામે ગામથી સમર્થન મળી રહ્યું છે. ત્યારે આજે અનેક ગામોના ખેડૂતો અશ્વો સાથે રેલી સ્વરૂપે આવીને આંદોલનને સમર્થન આપશે.
આ ખેડૂત એકતા મહારેલીમાં શાપર, રંગપર, વાઘરવા અને જીવાપર ગામના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાશે. આ રેલીનું મુખ્ય આકર્ષણ એ છે કે ખેડૂતો અશ્વ (ઘોડે સવારી) કરીને એક ભવ્ય રેલીના સ્વરૂપમાં આગળ વધશે. આ તમામ ખેડૂતો અશ્વ પર સવાર થઈને આજે મંગળવારે સાંજે 6:00 વાગ્યે જેતપર ખેડૂત છાવણીની મુલાકાતે આવી રહ્યા છે.











