Tuesday, June 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય તપાસ અને સારવાર કેમ્પ...

મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય તપાસ અને સારવાર કેમ્પ યોજાશે

મોરબી: 1 જુલાઈના રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે શ્રી આર્યતેજ હોમિયોપેથી અને જનરલ હોસ્પિટલ તેમજ શ્રી આર્યતેજ હોમિયોપેથીક મેડિકલ કોલેજ, મોરબી દ્વારા જન આરોગ્ય સેવાના ઉદ્દેશ્યથી નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને હોમિયોપેથીક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તા.1 જુલાઈ, 2026 (બુધવાર)ના રોજ સવારે 9 થી 12 વાગ્યા સુધી રામધન આશ્રમ, મહેન્દ્રનગર, મોરબી ખાતે યોજાશે. કેમ્પમાં કોલેજના અનુભવી અને નિષ્ણાત હોમિયોપેથીક ડૉક્ટરો દ્વારા દર્દીઓની તપાસ કરી વિનામૂલ્યે દવા અને સારવાર આપવામાં આવશે.

આ કેમ્પમાં પથરી, પિત્તાશયની પથરી, હરસ-મસા, દમ (અસ્થમા), એલર્જી, ચામડીના વિવિધ રોગો, સોરાયસિસ, સફેદ ડાઘ, ખરજવું, શીળસ, ગાઉટ, સાંધાના દુખાવા, માઇગ્રેન, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, એસિડિટી-ગેસ, કબજિયાત, પેટના રોગો, ખરતા વાળ, વંધ્યત્વ, મહિલાઓમાં માસિકની અનિયમિતતા, સફેદ પાણી, બાળકોના વિવિધ રોગો, નબળી રોગપ્રતિકારક શક્તિ, પથારીમાં પેશાબ કરવાની સમસ્યા તેમજ વિવિધ માનસિક રોગો સહિત લાંબા સમયથી ચાલતા અને વારંવાર થતાં અનેક રોગોની હોમિયોપેથીક સારવાર ઉપલબ્ધ રહેશે. આયોજકો દ્વારા વધુમાં જણાવાયું છે કે હોમિયોપેથી પદ્ધતિ દ્વારા કુદરતી અને આડઅસર વિનાની સારવાર આપવામાં આવે છે. તેથી વધુમાં વધુ નાગરિકોએ આ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments