ચાલુ વર્ષનું નવું શૈક્ષણિક સત્ર ચાલુ થઈ રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ અને કૌશલ્ય વિકાસની દિશામાં સદા પ્રયત્નશીલ રહેતી મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રમુખશ્રી દેવકરણભાઈ અને આચાર્ય શ્રી રવીન્દ્ર ભટ્ટના નેજા હેઠળ પ્રથમ વર્ષના નવા વિદ્યાર્થીઓને માટે વિશેષ motivational seminar નુ આયોજન કરવામાં આવ્યું હતું.
કોલેજના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને ઉમળકાભેર કોલેજ સ્ટાફ દ્વારા આવકારવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓની આગળની કારકિર્દીમાં મેનેજમેન્ટ ફેકલ્ટી અને કોમર્સ ફેકલ્ટીનું શું મહત્વ છે , અભ્યાસ દ્વારા વિદ્યાર્થીઓ કઈ રીતે પોતાની ઉચ્ચ કારકિર્દી ઘડી શકે છે અને વ્યક્તિત્વ વિકાસ દ્વારા પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે છે તે અંગે મુખ્ય વક્તા શ્રી દિગંતભાઈ ભટ્ટ કે જેઓ એક ઓરિએટર અને મોટીવેશનલ સ્પીકર છે તેમના દ્વારા વિશેષ અને રસપ્રદ રજૂઆતો કરવામાં આવી હતી.
આ સેમિનારમાં કોલેજના મ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. સેમિનારના અંતે સંસ્થાના આચાર્યશ્રી ડો. રવિન્દ્ર ભટ્ટ દ્વારા મુખ્ય વક્તા શ્રી દિગંતભાઈ ભટ્ટ ને સ્મૃતિ ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સેમીનારને સફળ બનાવવા માટે આચાર્યશ્રી રવિન્દ્ર ભટ્ટના નેતૃત્વ હેઠળ સમગ્ર સ્ટાફગણે જેમાં ઉઠાવી હતી














