મોરબી તાલુકાના કોયલી ગામના વતની અને હાલ મોરબી ખાતે રહેતા મયુરભાઈ બાબુભાઈ ડાંગરની લાડકવાયી દીકરી મહેર મયુરભાઈ ડાંગરના જન્મદિવસની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. મહેરે જીવનના ચાર વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો હતો.
જન્મદિવસના અવસરે પરિવાર દ્વારા શ્રી ગોપાલક ગૌશાળા, કોયલી ખાતે ૧૫૫ મણ લીલું ઘાસ (મકાઈ) ગૌમાતાને અર્પણ કરી ગૌસેવાનું પુણ્ય કાર્ય કરવામાં આવ્યું હતું. જન્મદિવસની ઉજવણીને માત્ર કેક અને ઉજવણી પૂરતી મર્યાદિત ન રાખી સમાજ ઉપયોગી કાર્ય સાથે જોડવાના આ પ્રયાસને સૌએ બિરદાવ્યો હતો. પરિવારજનોએ મહેરને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી તેના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. સાથે જ આવા સેવાકીય કાર્યો સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવે છે અને અન્ય લોકોને પણ જન્મદિવસ જેવા પ્રસંગોને સેવાકીય કાર્ય સાથે જોડવાની પ્રેરણા આપે છે.











