Thursday, July 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં રિક્ષામાં મુસાફરોના દાગીના-રોકડ ચોરતી હરિયાણાની આંતરરાજ્ય ગેંગના આઠ સાગરીતો ઝડપી લેતી...

મોરબીમાં રિક્ષામાં મુસાફરોના દાગીના-રોકડ ચોરતી હરિયાણાની આંતરરાજ્ય ગેંગના આઠ સાગરીતો ઝડપી લેતી મોરબી એલસીબી

મોરબી : મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમે શહેરના નવા બસ સ્ટેશન પાસે સુપર માર્કેટ નજીક ભીડભાડવાળી જગ્યામાં શંકાસ્પદ હિલચાલ કરી કોઈ ગુન્હાને અંજામ આપે તે પહેલાં જ હરિયાણા રાજ્યની આંતરરાજ્ય ચોર ટોળકીને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. આ તસ્કર ટોળકી મોટા શહેરોમાં રેલ્વે કે બસ સ્ટેશન પાસે ફૂટપાથ પર પડાવ નાખી, દિવસ દરમિયાન ઓટો રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી અન્ય મુસાફરોના પર્સમાંથી નજર ચૂકવી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરતી હોવાનું સામે આવતા પોલીસે ૯,૪00 રોકડા તથા મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૯,૯૦૦નો મુદ્દામાલ કબજે કરી બે પુરૂષ અને છ મહિલાઓની ધરપકડ કરી રાજકોટની એક ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, શહેરના નવા બસસ્ટેન્ડ નજીક સુપર માર્કેટ પાસે એક તસ્કર ટોળકી ગુન્હાને અંજામ આપવા આવી છે.જેને પગલે ટીમે તપાસ કરતા હરિયાણા રાજ્યની વતની તસ્કર ટોળકી હોવાનો પર્દાફાશ થયો હતો.પોલીસે આ કેસમાં આરોપી શરીફઅહેમદ રમઝાનખાન ફકીર ઉ. 30, રહે. પીંગોરગામ, હરિયાણા, રવિ ભુરાસિંગ ચમાર, ઉ.ર૬, રહે. ફતેપુર બીલોચ, ફરીદાબાદ, હરિયાણા, મમતાબેન રવિ ચમાર, ઉ.૨૫, રહે. ફતેપુર બીલોચ, હરિયાણા, પુષ્પાબેન રામપાલ ચમાર, ઉ.૫0, રહે. પીંગોર, પલવલ, હરિયાણા, સુમન સેરા ચમાર ઉ.30, રહે. પીંગોર, પલવલ, હરિયાણા, ક્રાંતિ નિસુ ચમાર, ઉ.૨0, રહે. પીંગોર, પલવલ, હરિયાણા,ક્રિષ્ના રામપાલ ચમાર, ઉ. ૧૮ રહે. પીંગોર, હરિયાણા અને પુનમબેન રાજકુમાર ચમાર ઉ.૩૫, રહે. પીંગોરગામ, હરિયાણા વાળાની પૂછપરછ કરતાપકડાયેલા આરોપીઓ પૈકી પુનમબેન રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં બેસેલ પેસેન્જરના પર્સમાંથી ચોરી કરવાના ગુન્હામાં સંડોવાયેલ હોવાનું કબુલતા તેણીને ગાંધીગ્રામ પોલીસને સોંપવામાં આવેલ હતી.

જ્યારે અન્ય આરોપીઓ વિરુદ્ધ અટકાયતી પગલાં લેવાયામાં આવ્યા હતા.મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમે પકડેલા આ આરોપીઓ અગાઉ સુરત, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં પણ રીક્ષામાં બેઠેલા મુસાફરોના ખિસ્સા હળવા કરવા તેમજ અન્ય ગુન્હામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે.ક્રાઈમ બ્રાન્ચની ટીમે હાલ તમામને અટકાયતમાં લઈ રૂ.૯,૯00નો મુદ્દામાલ કબ્જે લઈ આગળની તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments