Monday, July 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપીએમશ્રી જવાહર નવોદય વિદ્યાલય-કોઠારીયામાં શૈક્ષણિક વર્ષ:૨૦૨૭-૨૮ ના ધોરણ-૬ માં પ્રવેશ માટે ઓનલાઇન...

પીએમશ્રી જવાહર નવોદય વિદ્યાલય-કોઠારીયામાં શૈક્ષણિક વર્ષ:૨૦૨૭-૨૮ ના ધોરણ-૬ માં પ્રવેશ માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ: ૩૧ જુલાઈ છેલ્લી તારીખ

મોરબી જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ નિવાસી અને મફત ગુણવત્તાયુક્ત આધુનિક શિક્ષણ મેળવવાની સુવર્ણ તક

વર્તમાન વર્ષે ધોરણ-૫ માં અભ્યાસ કરતા અને નિયત વયમર્યાદા ધરાવતા ઉમેદવારો અધિકૃત પોર્ટલ પર નિઃશુલ્ક ફોર્મ ભરી શકશે*

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળની સ્વાયત્ત સંસ્થા પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય (કોઠારીયા, તા. વાંકાનેર, જી. મોરબી) ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૭-૨૮ ના ધોરણ-૬ માં પ્રવેશ મેળવવા માટે રાષ્ટ્રીય સ્તરની પસંદગી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આ એક ઉત્કૃષ્ટ તક છે.

આ પ્રવેશ પરીક્ષામાં ભાગ લેવા માટે ઉમેદવાર ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માં મોરબી જિલ્લાની કોઈપણ સરકારી અથવા માન્યતા પ્રાપ્ત શાળામાં ધોરણ-૫ માં નિયમિત અભ્યાસ કરતો હોવો જોઈએ, તેમજ તેનો જન્મ ૦૧-૦૫-૨૦૧૫ થી ૩૧-૦૭-૨૦૧૭ ની વચ્ચે થયેલો હોવો અનિવાર્ય છે. આ પરીક્ષા માટે માત્ર ઓનલાઇન અરજીઓ જ સ્વીકારવામાં આવશે. રસ ધરાવતા વાલીઓ અને વિદ્યાર્થીઓ નવોદય વિદ્યાલય સમિતિના અધિકૃત પોર્ટલ www.navodaya.gov.in પર જઈને અથવા સત્તાવાર જાહેરાતના QR કોડને સ્કેન કરીને આગામી તા. ૩૧-૦૭-૨૦૨૬ સુધીમાં નિઃશુલ્ક ફોર્મ ભરી શકે છે. આ પ્રવેશ પરીક્ષા તા. ૨૮-૧૧-૨૦૨૬ ના રોજ યોજાશે અને તેનું સંભવિત પરિણામ માર્ચ/એપ્રિલ ૨૦૨૭ માં જાહેર કરવામાં આવશે.

આ નિવાસી શાળામાં ગુણવત્તાયુક્ત આધુનિક શિક્ષણની સાથે-સાથે રહેવા, ઉત્તમ ભોજન, પુસ્તકો, સ્ટેશનરી અને યુનિફોર્મ સહિતની તમામ પાયાની સુવિધાઓ તદ્દન મફત પૂરી પાડવામાં આવે છે. સ્માર્ટ ક્લાસરૂમ, અદ્યતન લેબોરેટરી અને રમતગમતની સુવિધાઓથી સજ્જ આ સંસ્થામાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને રાષ્ટ્રીય એકતાની ભાવના પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. મોરબી જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments