મોરબી: મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના નવલખી રોડ, મહેન્દ્રનગર રોડ અને અવનિ ચોકડી સહિતના વિસ્તારોમાં ખાણી- પીણી તથા ફરસાણની 40 પેઢીઓમાં આકસ્મિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન બેદરકારી દાખવનાર અને નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ સામે લાલ આંખ કરીને નિયમો અનુસાર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને નોટિસ ફટકારવામાં આવી છે.
આ પેઢીઓ સામે લેવાયા કડક પગલાં
- પશુપતિનાથ ચાઈનીઝ (નવલખી રોડ): અહીં તપાસ દરમિયાન વાસી નૂડલ્સ, ફૂડ કલર અને અત્યંત અનહાઈજેનિક (અસ્વચ્છ) સ્થિતિ જોવા મળી હતી. આ ઉપરાંત ફૂડ લાઈસન્સ ન હોવાને કારણે આ પેઢીને Green Notice ફટકારવામાં આવી છે.
- ગુરુજી ફાસ્ટફૂડ (રવાપર ચોકડી): આ પેઢીમાંથી વાસી ચટણી, ગ્રેવી, વાસી નૂડલ્સ અને નુકસાનકારક ફૂડ કલર મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
- સાઈઝ ઝીરો કાફે (Size Zero Café): અહીં એક્સપાયરી ડેટ વગરના પાઉ અને પિઝા બેઝ જોવા મળતા ફૂડ વિભાગ દ્વારા તેનો જથ્થો જપ્ત કરી નાશ કરાયો હતો.
- ચેતના સ્વીટ અને નમકીન: આ પેઢીમાંથી એક્સપાયરી ડેટ વગરના નમકીનના ફૂડ પેકેટો મળી આવ્યા હતા, જે ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી તેનો પણ સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.
અનહાઈજેનિક સ્થિતિ અને લાઈસન્સ વગરના વેપારીઓને รรร สารใย
ચેકિંગ દરમિયાન જે પણ પેઢીઓમાં ફૂડ લાઈસન્સ ઉપલબ્ધ નહોતા અથવા તો અનહાઈજેનિક સ્થિતિ જોવા મળી હતી, તે તમામ પેઢીઓને ફૂડ શાખા દ્વારા નોટિસ પાઠવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે જ વેપારીઓને તાકીદ કરવામાં આવી છે કે ભવિષ્યમાં આ ઝુંબેશ વધુ કડક બનાવવામાં આવશે.










