મોરબી : મોરબી તાલુકા તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનાના કામે નાસતો ફરતો આરોપી સલીમભાઈ જુસબભાઈ કટીયા (ઉ.વ. 34, ધંધો-મજૂરી, રહે. મચ્છીપીઠ, આઝાદ લોજની સામે, મોરબી) હાલ મોરબી રેલવે સ્ટેશન રોડ પર આવેલ ધક્કાવાળી મેલડી માતાના મંદિર પાસે ઉભો હોવાની હકીકત મળતા એલસીબીની ટીમે ત્યાંથી આરોપી સલીમભાઈ જુસબભાઈ કટીયાની અટકાયત કરી એલ.સી.બી. કચેરી ખાતે લાવી પૂછપરછ કરતા તેણે ઉપરોક્ત ગુનામાં પકડાવવાનો બાકી હોવાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપી આપ્યો છે. આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી, PSI એલ.સી.બી. મોરબી, PSI પેરોલ ફર્લો સ્ક્વોડ મોરબી તથા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડ મોરબીના સ્ટાફ જોડાયા હતા.










