(હરનિશ જોષી,મોરબી)
મોરબી ડેઈલી :મોરબીના પ્રભુ મિલન હોલ ખાતે ૧૭ જુલાઈ, ૨૦૨૬ના રોજ બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા ‘મન કી બાત સ્પીરીચ્યુઅલ કેફે’ (Man Ki Bat Spiritual Cafe) વિષય પર એક વિશેષ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં શહેરની અગ્રણી મહિલા સંસ્થાઓ જેવી કે લાયનેસ ક્લબ, પાટીદાર વુમન્સ ક્લબ અને ફ્રેન્ડ્સ ક્લબની ૪૫ જેટલી મહિલા સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.કાર્યક્રમની શરૂઆત મુખ્ય વક્તાઓ અને આમંત્રિત બહેનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય વક્તા બ્રહ્માકુમારી પ્રશાંતિબેને ઉપસ્થિત મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે, આજના આધુનિક અને વ્યસ્ત યુગમાં માનસિક શાંતિ અને આંતરિક શક્તિની ખૂબ જ જરૂરિયાત છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત બહેનોને વિવિધ પ્રવૃત્તિઓ (activities) દ્વારા રોજિંદા જીવનમાં ઉપયોગી થાય તેવી પ્રેક્ટિકલ સ્પિરિચ્યુઅલ ટિપ્સ (practical spiritual tips) આપવામાં આવી હતી. આધ્યાત્મિકતા અને રાજયોગ મેડિટેશન દ્વારા વ્યક્તિ પોતાના મનને સકારાત્મક અને ઉર્જાવાન બનાવી શકે છે.આ આધ્યાત્મિક મિલનમાં બી.કે. આયુષીબેન અને બી.કે. સમજુબેન સહિત મોરબી સેન્ટરના અન્ય સેવાધારી શિક્ષક બહેનોએ પણ ઉપસ્થિત રહીને બહેનોને તણાવમુક્ત જીવન જીવવાની સરળ કળાઓ શીખવી હતી. કાર્યક્રમમાં હાજર રહેલી તમામ મહિલાઓએ સકારાત્મક વિચારોના આદાન-પ્રદાનની આ અનોખી પહેલને બિરદાવી હતી.












