Saturday, July 18, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના મહેન્દ્રનગરના ખેડૂતો 23 જુલાઈએ જેતપર ખેડૂત છાવણીમાં પહોંચી સમર્થન આપશે

મોરબીના મહેન્દ્રનગરના ખેડૂતો 23 જુલાઈએ જેતપર ખેડૂત છાવણીમાં પહોંચી સમર્થન આપશે

આખો દિવસ જેતપર ગામે ઉપસ્થિત રહીંને સરકારને ખેડૂત એકતાની તાકાતનો સરકારને પરિચય કરાવવાનું આહવાન, વાહન અને ભોજનની વ્યવસ્થા કરાઈ

મોરબી : મોરબીના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનના અનુસંધાને આગામી તા. 23 જુલાઈ, બુધવારે મહેન્દ્રનગર ગામ તરફથી આખો દિવસ જેતપર ખાતે કાર્યરત ગુજરાત ખેડૂત છાવણીમાં ઉપસ્થિત રહેવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે ગામના ખેડૂતો અને ગ્રામજનોને મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરવામાં આવી છે.

આયોજકો દ્વારા મહેન્દ્રનગરના ગ્રામજનોને ખેડૂત એકતા અને હક્કની લડતમાં સહભાગી બનવા તેમજ ગામની છાવણી સમજીને ફરજિયાત હાજરી આપવા હાકલ કરવામાં આવી છે. જેતપર ગામે ઉપવાસી છાવણીમાં ઉપસ્થિત રહેતા લોકો માટે આખો દિવસ રોકાવાની સાથે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

જેતપર જવા માટે વાહન વ્યવસ્થા અંગે અલ્પેશ ઓડિયા (9909596204), બિપિન ગામી (9974669213), રાજુભાઈ પંચોટિયા (9978294464) અને રમેશ ટેટીયા (7069873764)નો સંપર્ક કરવા જણાવાયું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments