Monday, July 27, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા આયોજિત સામાન્ય જ્ઞાન કસોટીમાં 79 વિદ્યાર્થીઓએ...

મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા આયોજિત સામાન્ય જ્ઞાન કસોટીમાં 79 વિદ્યાર્થીઓએ લીધો ભાગ

(હરનિશ જોશી)મોરબી ડેઈલી : મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા આજે તારીખ 26/07/2026 ને રવિવારના રોજ મોરબીની રાંદલ વિધાલય ખાતે જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કસોટીમાં અગાઉ ગ્રામ્ય કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર 79 વિદ્યાર્થીઓએ ખૂબ જ હોશભેર ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલા મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ હુંબલ, પેન્શનર મંડળના પ્રમુખ જીવણભાઈ ડાંગર તેમજ મંડળના પૂર્વ પ્રમુખ ડૉ. રામભાઈ વારોતરીયા દ્વારા વિધાર્થીઓને પ્રોત્સાહિત કરી કારકિર્દીલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ તકે ગ્રામ્ય કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

જિલ્લા કક્ષાની આ સામાન્ય જ્ઞાન કસોટીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને આગામી સમયમાં મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા યોજાનાર વિધાર્થી સન્માન સમારોહ કાર્યક્રમમાં શીલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.

આ સમગ્ર કાર્યક્રમના દાતા તરીકે સ્વ. મીતાંશ ડાંગરના સ્મરણાર્થે ડાંગર રાણાભાઈ જેસંગભાઈ દ્વારા સંપૂર્ણ આર્થિક યોગદાન પૂરું પાડવામાં આવ્યું હતું. કસોટીમાં સુપરવાઇઝર તરીકે ખીમાણીયા કરસનભાઈ, બોરીયા અજીતભાઈ અને રાઠોડ વસંતભાઈએ પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, મંત્રી મહેશભાઈ ડાંગર તેમજ અજયભાઈ ડાંગર, વિક્રમભાઈ ડાંગર, વિજયભાઈ ડાંગર, સાગરભાઈ ચાવડા, યશપાલભાઈ લોખિલ, ગૌરાંગ ગોહિલ, વિજય કાનગડ, રમેશભાઈ છૈયા તથા તમામ કારોબારી મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સફળ સ્ટેજ સંચાલન મંડળના સહમંત્રી રાજેશભાઈ મંઢ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે કાર્યક્રમના અંતે મંડળના મંત્રી મહેશભાઈ ડાંગર દ્વારા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરી આભારવિધિ કરવામાં આવી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments