Wednesday, September 2, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે એ ડિવિઝન વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:ડીવાયએસપી જે. એમ....

મોરબીમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે એ ડિવિઝન વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:ડીવાયએસપી જે. એમ. આલની આગેવાનીમાં મોરબી ડિવિઝનના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પેટ્રોલિંગમાં જોડાયા

ડીવાયએસપી જે. એમ. આલની આગેવાનીમાં મોરબી ડિવિઝનના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પેટ્રોલિંગમાં જોડાયા

મોરબી ડેઈલી : મોરબીમાં જન્માષ્ટમીના પવિત્ર તહેવારને લઈને કાયદોઅને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરી શકે તે હેતુથી મોરબી ડિવિઝન પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.

જે અંતર્ગત ડીવાયએસપી જે. એમ. આલ દ્વારા મોરબી ડિવિઝન હેઠળ આવતા પોલીસ મથકના અધિકારીઓ તેમજ કર્મચારીઓને સાથે રાખીને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તહેવારની ભીડભાડ વાળા વિસ્તારોમાં પોલીસ કાફલાએ પગપાળા ચાલીને નિરીક્ષણ કર્યું હતું. પોલીસની આ સઘન કામગીરીથી શહેરીજનોમાં સુરક્ષા અને સલામતીની ભાવના મજબૂત બની છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments