મોરબી ડેઈલી:જનતાની સુખાકારી તથા દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દીર્ઘાયુષ્યની મંગલકામના સાથે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજના સૌજન્ય થી “દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રા” નું આયોજન કરવામાં આવ્યું છે. સાંસદશ્રી દ્વારા આ પદયાત્રા તા.08 ઓક્ટોબર -2026, ગુરુવારની સાંજથી મીરઝાપર “માં આશાપુરા સેવા સંકલ્પ પદયાત્રા”નો પ્રારંભ કરવામાં આવેલ, જે તા. 09 ઓક્ટોબર 2026, શુક્રવારના રોજ પણ અવિરત આગળ વધી રહી છે.પદયાત્રા દરમિયાન માર્ગમાં આવતા વિવિધ સેવા કેમ્પોની મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ કેમ્પોના સંચાલકો, સેવાભાવી કાર્યકરો અને શુભેચ્છકો દ્વારા માનનીય સાંસદશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. કેમ્પોમાં પદયાત્રીઓ માટે કરવામાં આવેલી સેવાકીય વ્યવસ્થાઓની મુલાકાત લઈ પદયાત્રીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.પદયાત્રા દરમિયાન પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસના માનકુવા પોલીસ પરિવાર દ્વારા પદયાત્રીઓ માટેના સેવા કેમ્પ ખાતે સાંસદશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પોલીસ કર્મચારીઓ દ્વારા પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમના બેગ પર રિફલેક્ટિવ રેડિયમ પટ્ટીઓ લગાવવામાં આવી હતી, જેથી રાત્રિના સમયે વાહનચાલકોને પદયાત્રીઓ સરળતાથી દેખાઈ શકે અને માર્ગ સુરક્ષામાં વધારો થાય. આ સેવાકીય પ્રવૃત્તિમાં સાંસદશ્રીએ પણ ઉત્સાહપૂર્વક સહભાગી બની અન્ય પદયાત્રીઓના બેગ પર જાતે રિલેક્ટિવ રેડિયમ પટ્ટીઓ લગાવી હતી. આ રીતે તેમણે પદયાત્રીઓની સુરક્ષા અને સેવા કાર્યમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી.
સુરક્ષાલક્ષી કામગીરીની સરાહના કરવામાં આવી હતી. પદયાત્રીઓ સાથે સહભાગી બની તેમણે સેવાભાવ, સમરસતા અને સામૂહિક સંકલ્પની ભાવનાને પ્રોત્સાહન આપ્યું હતું.આમ, જનકલ્યાણની ભાવના, વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુષ્યની 25 વર્ષના સુશાસન ની મંગલકામના અને સેવાકીય પ્રવૃત્તિઓના સમન્વય સાથે ‘દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રા’ આગળ વધી રહી છે. માર્ગમાં વિવિધ સેવા કેમ્પોના સંચાલકો, સેવાભાવી કાર્યકરો અને શુભેચ્છકો દ્વારા મળતો સહયોગ પદયાત્રીઓને નવી ઊર્જા અને પ્રેરણા પૂરી પાડી રહી છે.

















