Monday, October 12, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપાટીદાર નવરાત્રિ મહોત્સવના પ્રથમ નોરતે બે શહીદ જવાનોના પરિવારોને 1-1 લાખના ચેક...

પાટીદાર નવરાત્રિ મહોત્સવના પ્રથમ નોરતે બે શહીદ જવાનોના પરિવારોને 1-1 લાખના ચેક અર્પણ કરાયા

સતત 9 દિવસ સુધી દરરોજ શહીદ પરિવારોને 1 લાખ રૂપિયાની સહાય આપી સન્માનિત કરાશે

મોરબી ડેઈલી : મોરબીના રવાપર-ઘુનડા રોડ પર અજય લોરિયા સંચાલિત પાટીદાર નવરાત્રિ મહોત્સવ-2026માં નવરાત્રિ પર્વનો પ્રારંભ થતાં જ શહીદ જવાનોના પરિવારોના સન્માન અને સહાયનો સેવાયજ્ઞ શરૂ થયો છે. મહોત્સવના પ્રથમ નોરતે શહીદ જવાનોના પરિવારોને ખાસ આમંત્રિત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને સહાયરૂપે 1-1 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

પાટીદાર નવરાત્રિ મહોત્સવના પ્રથમ દિવસે હરિયાણાના શહીદ જવાન તરુણ ભારદ્વાજ અને ઉત્તર પ્રદેશના શહીદ જવાન અશોક કુમારના પરિવારોને 1-1 લાખના ચેક અર્પણ કરી દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. આ પહેલ દ્વારા માતૃભૂમિની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનારા જવાનોના પરિવારોને સન્માન સાથે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાટીદાર નવરાત્રિ મહોત્સવ-2026 દરમિયાન સતત 9 દિવસ સુધી દરરોજ શહીદ જવાનોના પરિવારોને આમંત્રિત કરી તેમનું સન્માન કરવામાં આવશે અને દરેક પરિવારને સહાયરૂપે 1 લાખનો ચેક અર્પણ કરવામાં આવશે. નવરાત્રિના પર્વને દેશભક્તિ, શહીદો પ્રત્યેની કૃતજ્ઞતા અને સેવાભાવ સાથે જોડતી આ પહેલ પાટીદાર નવરાત્રિ મહોત્સવની વિશેષ ઓળખ બની રહી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments