Saturday, October 31, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સરદાર જયંતી નિમિત્તે જિલ્લાકક્ષાની ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી અંતર્ગત ‘રન ફોર...

મોરબીમાં સરદાર જયંતી નિમિત્તે જિલ્લાકક્ષાની ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી અંતર્ગત ‘રન ફોર યુનિટી’ (એકતા દોડ) યોજાઈ

પ્રભારી મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી ‘એકતા દોડ’ નો પ્રારંભ કરાવ્યો.

મોરબી ડેઈલી:સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતીની ઉજવણી અંતર્ગત ‘રન ફોર યુનિટી’, એકતા દોડ મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા વહીવટી તંત્ર તથા મહાનગરપાલિકા દ્વારા યોજાઈ હતી. નાગરિકોમાં રાષ્ટ્રભાવના અને અખંડિતતાની ભાવના વધુ દ્રઢ કરવાના હેતુસર આ ‘એકતા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉજવણી અન્વયે ઉપસ્થિત તમામ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને નાગરિકોએ રાષ્ટ્રીય એકતાના સપથ ગ્રહણ કર્યા હતા. આ સપથ મંત્રીશ્રી દ્વારા લેવડાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રભારી મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા સહિતના મહાનુભાવો એ મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડથી લીલી ઝંડી બતાવી ‘એકતા દોડ’ નો પ્રારંભ કરાવ્યો હતો અને શનાળા રોડ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી.

આ ‘એકતા દોડ’ માં મોરબી મેયરશ્રી ઉત્તમ સુરાણી, ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા અને શ્રી પ્રકાશભાઈ વરમોરા, સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલા, પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી મોહનભાઈ કુંડારીયા, જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે, કમિશનરશ્રી સંગીતા રૈયાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદ્યાસાગર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નવલદાન ગઢવી અધિક નિવાસી કલેકટરશ્રી એસ. જે. ખાચર, પ્રાંત અધિકારીશ્રી પ્રવિણસિંહ જેતાવત, નાયબ મ્યુ. કમિશનરશ્રી સંજય સોની સહિત વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મોરબી જિલ્લાના દેશપ્રેમી નાગરિકો જોડાયા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments