Saturday, October 31, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમના લાભાર્થે ‘જય ચિત્તોડ’ ઐતિહાસિક નાટકનું આયોજન

મોરબીમાં વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમના લાભાર્થે ‘જય ચિત્તોડ’ ઐતિહાસિક નાટકનું આયોજન

પાટીદારગઢ અવધ-૪ યુવક મંડળ દ્વારા ૬ નવેમ્બરે રામજી મંદિર ખાતે ઐતિહાસિક નાટક સાથે હાસ્યરસથી ભરપૂર કોમિકનું પણ મંચન કરાશે

મોરબી ડેઈલી : પાટીદારગઢ અવધ-૪ યુવક મંડળ દ્વારા સામાજિક સેવાકાર્યના હેતુ સાથે વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમના લાભાર્થે આગામી તા. ૬ નવેમ્બર, શુક્રવારના રોજ ભવ્ય નાટ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઐતિહાસિક ગાથા પર આધારિત ‘જય ચિત્તોડ’ નાટક રજૂ કરવામાં આવશે. સાથે જ પ્રેક્ષકોને હાસ્યથી તરબોળ કરી દે તેવું કોમિક નાટક ‘ક કણી ગાંડીનો જહલો જમાઈ’ પણ રજૂ કરાશે.

આ બંને નાટકોનું મંચન રાત્રે ૯ વાગ્યાથી પાટીદારગઢ અવધ-૪ સોસાયટી ખાતે નાની કેનાલની બાજુમાં આવેલા રામજી મંદિરના સ્થળે યોજાશે. આ આયોજનનો મુખ્ય હેતુ મનોરંજનની સાથે વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમને સહયોગ આપવાનો છે. ત્યારે મોરબીના નાટ્યપ્રેમીઓ તેમજ નગરજનોને આ સેવાભાવી આયોજનનો લાભ લેવા આયોજક મંડળ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments