Sunday, November 1, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ડૉ. જયેશ સનારિયાને રાજ્યકક્ષાનો ‘ડૉ. કે. જે. નથવાણી સોશિયો મેડિકલ એવોર્ડ-2026’

મોરબીના ડૉ. જયેશ સનારિયાને રાજ્યકક્ષાનો ‘ડૉ. કે. જે. નથવાણી સોશિયો મેડિકલ એવોર્ડ-2026’

41 હજાર IMA સભ્યોમાંથી પસંદગી: તબીબી સેવા, આરોગ્ય જાગૃતિ અને સામાજિક યોગદાન બદલ ગુજરાત IMA દ્વારા સન્માન

મોરબીના જાણીતા સ્કિન, એસ્થેટિક અને લેસર નિષ્ણાત ડૉ. જયેશ સનારિયાને તબીબી સેવા, આરોગ્ય જાગૃતિ અને સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા વર્ષ 2026નો પ્રતિષ્ઠિત ‘ડૉ. કે. જે. નથવાણી – સોશિયો મેડિકલ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો છે. તા. 31 ઓક્ટોબર, રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલા સમારોહમાં નેશનલ IMA પ્રમુખ ડૉ. અનિલ નાયક અને ગુજરાત સ્ટેટ IMA પ્રમુખ ડૉ. અનિલ પટેલના હસ્તે ડૉ. સનારિયાના પિતાશ્રી અમુભાઈ સનારિયા અને માતૃશ્રી મંજુલાબેન સનારિયાની ઉપસ્થિતિમાં આ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું.

ડૉ. જયેશ સનારિયા છેલ્લા 19 વર્ષથી મોરબી ખાતે સ્પર્શ સ્કિન, એસ્થેટિક અને લેસર સેન્ટર દ્વારા ત્વચા, વાળ, નખ, કોસ્મેટિક અને લેસર સારવાર ક્ષેત્રે આધુનિક તબીબી સેવાઓ આપી રહ્યા છે. તબીબી વ્યવસાયને માત્ર સારવાર પૂરતો મર્યાદિત ન રાખતાં તેઓ નિઃશુલ્ક નિદાન કેમ્પ, મેડિકલ કેમ્પ, આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો તેમજ શાળા-કોલેજોમાં હેલ્થ અવેરનેસ લેક્ચર દ્વારા પણ સમાજમાં યોગદાન આપી રહ્યા છે. આ ઉપરાંત જરૂરિયાતમંદ દર્દીઓ અને આર્મી જવાનોના પરિવારો સહિત વિવિધ વર્ગના લોકોને નિઃશુલ્ક અથવા રાહતદરે સારવાર પૂરી પાડવામાં પણ તેઓ સક્રિય છે. વિશ્વ સોરાયસિસ દિવસ, વિશ્વ કોઢ દિવસ, વિશ્વ એઈડ્સ દિવસ અને વિશ્વ સ્કિન હેલ્થ દિવસ જેવા પ્રસંગોએ વિવિધ રોગો અંગે જનજાગૃતિ ફેલાવવા સાથે તહેવારો દરમિયાન ત્વચા અને સામાન્ય આરોગ્યની કાળજી અંગે માર્ગદર્શન આપવામાં પણ તેમનું યોગદાન રહ્યું છે.

IMA મોરબીની આરોગ્યલક્ષી, સામાજિક અને જનજાગૃતિ પ્રવૃત્તિઓમાં પણ તેઓ સતત સક્રિય રહ્યા છે. તબીબી ક્ષેત્રે તેમના સંશોધન પત્રો અને પોસ્ટરો રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સમાં રજૂ થયા છે. IMA તેમજ સ્પર્શ ક્લિનિકને અગાઉ પણ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ સન્માનો પ્રાપ્ત થયાં છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત IMAના આશરે 41 હજાર સભ્યોમાંથી આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે ડૉ. જયેશ સનારિયાની પસંદગી કરવામાં આવી છે. તેમના આ સન્માનથી મોરબીના તબીબી ક્ષેત્રમાં ગૌરવની લાગણી પ્રસરી છે અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments