મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હાઓમા પકડાયેલ જયરાજભાઈ જીવણભાઇ સવસેટા ઉ.વ.૨૪ રહે.દેવગઢ તા.માળીયા(મી.) વાળા વિરૂધ્ધ પાસાની પ્રપોઝલ તૈયાર કરવામા આવી હતી. જેને ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટે મંજુર કરી પાસા વોરંટ ઈસ્યુ કરતા આ શખ્સની અટકાયત કરી મધ્યસ્થ જેલ -સાબરમતી, અમદાવાદ ખાતે મોકલી દેવામાં આવ્યો છે.









