મોરબી : મહાકુંભમાં મૌની અમાવસ્યા દરમ્યાન થયેલ નસભાગમાં મૃત્યુ પામેલા દિવંગતોના આત્માની શાંતિ માટે પરશુરામ ધામ ખાતે સોમવાર તા.3 ફેબ્રુઆરીથી 21 દિવસીય યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.
જે લોકો આ યજ્ઞમાં બેસવા માગતા હોય તેઓ એ ફક્ત 251 રૂ આપી લાભ લઇ શકે છે. યજ્ઞની સામગ્રી, ઘી તેમજ હોમ દ્રવ્ય મંદિર તરફથી આપવામાં આવશે. યજ્ઞનો સમય સવાર 8 થી 9 કલાક દરમ્યાનનો રહેશે. ત્યારે આ યજ્ઞમાં બેસવાનો લાભ લેતા લોકોએ પોતાનું નામ નોંધાવા માટે ભુપતભાઈ પંડ્યાનો મો. નં.9825671698 પર સપર્ક કરવાનો રહેશે









