Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપહલગામ આતંકી હુમલાનો મોરબીમાં આક્રોશ: અજય લોરિયાએ જાહેર રોડ પર પાકિસ્તાનના ધ્વજ...

પહલગામ આતંકી હુમલાનો મોરબીમાં આક્રોશ: અજય લોરિયાએ જાહેર રોડ પર પાકિસ્તાનના ધ્વજ દોરાવી વિરોધ નોંધાવ્યો

મોરબી: જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકી હુમલાને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આતંકી હુમલા સામે ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. તેવામાં મોરબીમાં સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશના અજય લોરીયા દ્વારા મોરબીમાં બે સ્થળોએ રોડ ઉપર પાકિસ્તાનનો ધ્વજ દોરાવીને અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. 

આ મામલે અજયભાઈ લોરીયાએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં નિર્દોષ હિન્દુ લોકો ઉપર આતંકી હુમલાને હું શખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું. આંતકી હુમલાના ઠેર ઠેર ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. લોકોમાં આતંકવાદ અને આતંકવાદની ફેક્ટરી ગણાતા પાકિસ્તાન સામે જબરો આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે અમારી દેશભક્ત ટીમ દ્વારા નવા બસ સ્ટેશન પાસે અને નગર દરવાજા પાસે રોડ પર પાકિસ્તાનના ધ્વજ દોરીને પાકિસ્તાનને તેની ઓકાત બતાવી આક્રોશ વ્યક્ત કર્યો છે. આ બન્ને રોડ ઉપર લોકોની મોટી સંખ્યામાં અવરજવર છે. લોકો આ ઝંડા ઉપર પગપાળા ચાલે, વાહન ચલાવે જેથી સતત પાકિસ્તાનનું અપમાન થતું રહે તે ઉદ્દેશ સાથે આ ઝંડા બનાવવામાં આવ્યા છે. આ ઝંડા બનાવવા માટે તેઓની ટિમે રાત્રીના 11 વાગ્યાથી લઈ સવારના 5 વાગ્યા સુધી સતત જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments