Tuesday, July 14, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને એનાયત થયો 'બેસ્ટ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ઓફ ઘી...

મોરબીની ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને એનાયત થયો ‘બેસ્ટ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ઓફ ઘી મોરબી ડિસ્ટ્રિક્ટ’નો એવોર્ડ

અમદાવાદ ખાતે યોજાયેલા સમારોહમાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવીના હસ્તે એવોર્ડ અપાયો: હોસ્પિટલ પરિવારમાં હર્ષની લાગણી

મોરબી : મોરબીની જાણીતી ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને તાજેતરમાં ગુજરાતના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવીના હસ્તે “બેસ્ટ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ઓફ ધી મોરબી ડિસ્ટ્રિક્ટ” ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.

અમદાવાદ ખાતે યોજાયેલ આ ભવ્ય એવોર્ડ સેરેમનીમાં હોસ્પિટલ વતી ડો. વિનોદ કૈલા, કીર્તન કૈલા, ડો. મયુર જાદવાણી, ડો. મનોજ કૈલા, ડો. નીશીત સરડવા, ડો. સંદીપ ચાવડા અને ડો. દ્રષ્ટિ શેતાએ હાજરી આપી હતી અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવીના હસ્તે આ પ્રતિષ્ઠિત એવોર્ડ સ્વીકાર્યો હતો.

આ ઐતિહાસિક સિદ્ધિ બદલ ડો. ભરત કૈલા અને ડો. વિનોદ કૈલા સહિત સમગ્ર હોસ્પિટલ પરિવારે દર્દીઓના વિશ્વાસ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. આ એવોર્ડને ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના તમામ નિષ્ણાત ડોક્ટરો, ઓપરેશન થિયેટરના એક્સપર્ટ આસિસ્ટન્ટ્સ, નર્સિંગ સ્ટાફ, મેનેજમેન્ટ અને ઇમરજન્સી ટીમની દર્દીઓ પ્રત્યેની સમર્પણ ભાવના અને અથાગ મહેનતનું પરિણામ ગણાવ્યું હતું.

આ તકે હોસ્પિટલ પરિવારે સમગ્ર ગુજરાતના દર્દીઓની અવિરત સેવા માટે હંમેશા તત્પર રહેવા અને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવાનો પોતાનો સંકલ્પ દોહરાવ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments