મોરબી : જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આંતકવાદીઓ દ્વારા જે નિર્દોષ પ્રવાસી ઉપર કાયરતાપૂર્ણ હુમલો કરવામાં આવ્યો છે. તેને સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ વખોડી કાઢ્યો છે.
તેઓએ જણાવ્યું છે કે આતંકીઓએ 28 જેટલા નિર્દોષ પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા છે અને અમુક લોકોને ઘાયલ કર્યા છે.જે નિંદનીય અને અત્યંત પીડાદાયક ઘટના છે. જે લોકો ઘાયલ થયા છે એ જલ્દીથી સાજા થઈ જાય, જે લોકો મૃત્યુ પામ્યા છે એમના સદગત આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે અને એમના પરિવારજનોને આ દુઃખદ ઘટના સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. તેઓએ ઉમેર્યું કે હું આશા રાખું છું કે આ હુમલાની પાછળ જે કોઈ પણ ગુનેગાર હશે એને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ જલ્દીથી જલ્દી શોધીને કાયદાની ભાષામાં જવાબ આપશે અને કાયદાનું ભાન કરાવશે.










