Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદ તાલુકાના ટીકર ગામે બ્રાહ્મણી નદીનો પુલ બન્યો જોખમી - વાહનચાલકોને હાલાકી

હળવદ તાલુકાના ટીકર ગામે બ્રાહ્મણી નદીનો પુલ બન્યો જોખમી – વાહનચાલકોને હાલાકી

મયુર રાવલ હળવદ

15 ગામ અને હજારો ખેડૂતો માટે જોખમ સમાન, પુલની ભયાવહ સ્થિતિઃ સળિયા ખુલ્લાં, પોપડાં ખરી પડે છે,સ્થાનિકોનો આક્રોશ: વડોદરા જેવી દુર્ઘટનાની રાહ?

હળવદ તાલુકાના ટીકર ગામનો બ્રાહ્મણી નદીનો પુલ જોખમી અને જર્જરીત બન્યો છે આશરે 22 વર્ષ પહેલા બનેલ આ પુલ પંદરથી વધુ ગામને જોડતો મુખ્ય રસ્તો છે અને તંત્ર દ્વારા ચારથી પાંચ વખત સમારકામ કરવામાં આવ્યું છે. ગ્રામજનો એ આક્ષેપ કર્યો હતો કે તંત્ર માત્ર થીંગડા મારી સંતોષ માને છે: વડોદરાવાળી થશે પછી કામગીરી હાથ ધરવામાં આવશે? તેવું ગ્રામજનો માં ચર્ચાય રહ્યું છે.
સાથે જ ભારે વાહનો પર પ્રતિબંધિત હોવાનું બોર્ડ લગાવી સંતોષ માન્યો છે પરંતુ વાહનચાલકોને અવરજવર માટે વિકલ્પ નહીં હોવાથી આ જર્જરીત પુલ પરથી પસાર થવા મજબૂર બન્યા છે.હળવદ તાલુકાના ટીકર ગામે બ્રાહ્મણી નદી પર આવેલા બ્રિજ સમારકામ કરવા પડે તેવા છે સાથે જ બ્રાહ્મણી નદી આ પુલ આજુબાજુના 15 થી વધુ ગામોને જોડતો મુખ્ય માર્ગ છે જેમાં અજિતગઢ, માનગઢ,ટીકર,ધાટીલા,ખોડ સહિતના ગામોને જોડતો પુલ છે.ટીકર તાલુકાનું છેવાડાનું ગામ છે અને ત્યારબાદ રણ આવી જાય છે અને આ રણમાં અગરિયાઓ મીઠું પકવી રોજગારી મેળવે છે અને મીઠાના ટ્રકો પરીવહન ના કરી શકે તે માટે બેરીકેટ લગાવવામાં આવ્યાં છે પરંતુ નાનાં
વાહનો જોખમી રીતે પસાર કરવા પડે તેવી સ્થિતિ સર્જાય છે સાથે જ વિવિધ કામગીરી માટે મોરબી કે હળવદ જવું હોય તો પણ આ પુલ ઉપરથી જ પસાર થવું પડેછે.ટીકર ગામે બ્રાહ્મણી નદી પર આવેલ બ્રાહ્મણી બ્રિજ 22 વર્ષ પહેલા નિર્માણ થયો છે અને તેમાં આશરે પાંચથી વધુ વખત સમારકામ કરવામાં આવ્યું છે અને તંત્રને અવારનવાર નવો પુલ બનાવી આપવા માંગ કરી છે અને હાલમાં પુલ મંજુર થઈ ગયો હોવાની માહિતી મળી છે પરંતુ ક્યારે સુવિધા મળશે તે જોવાનું રહ્યું. ટીકર બ્રાહ્મણી નદીના પુલની સ્થિતિ જોખમી છે, પુલમાંથી પોપડા ખરી રહ્યા

વડોદરામાં થયેલી આ ઘટના પછી રાજ્યભરમાં અરેરાટી ફેલાઈ, પરંતુ હકીકત એ છે કે ગુજરાતના અનેક શહેરો અને ગામડાઓમાં એવા અનેક પુલ છે,જે આવજ જર્જરીત હાલતમાં છે, છતાં તંત્ર તરફથી કોઈ કાર્યવાહી થતી નથી. લોકોનું કહેવું છે કે તંત્ર કદાચ ધોર નિંદ્રામાં છે, વડોદરાની ઘટનાનું પુનરાવર્તન અન્યત્ર ન થાય તે માટે સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. આ પુલ પરથી વાહનો પસાર થાય છે, જેના કારણે પુલ ધ્રૂજી રહ્યો છે. અનેક વાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી, એવું લાગે છે કે તંત્ર કદાચ વડોદરા જેવી દુર્ઘટના પછી જ જાગશે. તેવું ગ્રામજનો માં ચર્ચાય રહ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments