Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ઉમિયા સર્કલથી દલવાડી ચોકડીના રોડનું કામ અધૂરું છોડી દેવાતા હાલાકી

મોરબીના ઉમિયા સર્કલથી દલવાડી ચોકડીના રોડનું કામ અધૂરું છોડી દેવાતા હાલાકી

મોરબી સિરામિક મેન્યુફેક્ચરિંગ દ્વારા મહાનગરપાલિકા કમિશનરને રોડનું અધૂરું કામ પૂરું કરવા રજુઆત

મોરબી : મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી ચોકડીનો ડાબી બાજુનો રોડ બનાવવાનો બાકી હોય જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી થઈ રહી છે. જેથી મોરબી સિરામિક મેન્યુફેક્ચરિંગ દ્વારા મોરબી મહાનગરપાલિકા કમિશનરને રજુઆત કરવામાં આવી છે.

આ રજુઆતમાં સિરામિક એસો.ના પ્રમુખો મનોજભાઈ એરવાડિયા, હરેશભાઇ બોપલીયા, સંદીપભાઈ કુંડારિયા, અજયભાઈ મારવાણીયાએ જણાવ્યું છે કે, ઉમિયા સર્કલથી દલવાડી ચોકડી વાળા રસ્તા પર સવાર અને સાંજના સમયે મોટા પ્રમાણમાં ટ્રાફિક રહે છે. જેના કારણે ટ્રાફિક નિયમન જળવાતું ન હોય અવાર નવાર અકસ્માતની પરિસ્થિતિ સર્જાય છે.

આ રોડ પરથી સવાર / સાંજ મોરબી તથા આજુબાજુ ગામડાઓના નાગરિકો તથા સીરામીક ઉદ્યોગકારો પસાર થાય છે. જેના કારણે કલાકો ટ્રાફિકના રસ્તામાં વેડફાઈ જાય છે. રોજે રોજની આ પરેશાનીથી મોરબી શહેરના નાગરિકો તથા સીરામીક ઉદ્યોગપતિ તથા સાથે સંકળાયેલા સૌ કોઈ ત્રાસી જાય છે. ત્યારે આ પ્રશ્નના ઉકેલ માટે ત્વરિત આ આ રોડનું કામ ચાલુ કરવા માંગ કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments