મોરબી : ટંકારા નિવાસી સ્વ. પ્રવિણચંદ્ર મોહનલાલ ગાંધીના સુપુત્ર તથા રાજેશભાઈ અને ગિરીશભાઈ તથા માલતીબેન સંજય કુમાર મોદીના મોટા ભાઈ તથા ભાવિકભાઈ – હાર્દિભાઈ – અસો કાજલબેન મિરલકુમાર મહેતાના પિતા તથા સ્વ. અમૂતલાલ મલુકચંદ લોદરીયાના જમાઈ વિજયકાંત પ્રવિણચંદ્ર ગાંધી (ઉ.વ. 62)નુ આજ રોજ, તારીખ 15 જુલાઈ, 2025, મંગળવારે અરિહંત શરણ પામ્યા છે. સદગતનું ઉઠમણું તથા પ્રાર્થના સભા આગામી તારીખ 17 જુલાઈ, 2025, ગુરુવારે સવારે 10:30 કલાકે સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ટંકારા ખાતે યોજાશે.આ દુ:ખદ પ્રસંગે સમગ્ર ગાંધી પરિવાર શોકમગ્ન છે. સદગતના આત્માને શાંતિ પ્રાપ્ત થાય તેવી અરિહંત ભગવંત પાસે પ્રાર્થના. સૌ મિત્રો, સગા-સંબંધીઓ તથા શુભેચ્છકોને આ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહી સદગતને શ્રદ્ધાંજલિ અર્પવા વિનંતી.
શોકાતુર:
ગાંધી પરિવાર, ટંકારા
સ્થાન: સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ટંકારા
સમય: સવારે 10:30 કલાક, તારીખ 17 જુલાઈ, 2025 (ગુરુવાર)
