Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં 20 જુલાઈએ લોહાણા સમાજના લગ્ન ઇચ્છુક યુવક-યુવતીઓ માટે વેવિશાળ માહિતી કેન્દ્ર...

મોરબીમાં 20 જુલાઈએ લોહાણા સમાજના લગ્ન ઇચ્છુક યુવક-યુવતીઓ માટે વેવિશાળ માહિતી કેન્દ્ર શરૂ થશે

મોરબી : મોરબી શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ ખાતે આગામી તારીખ 20 જુલાઈને રવિવારથી લોહાણા સમાજના લગ્ન ઉત્સુક યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્રનો શુભારંભ થવા જઈ રહ્યો છે.

આ વેવિશાળ માહિતી કેન્દ્ર દર રવિવારે સાંજે 5 થી 7 કલાક દરમિયાન કાર્યરત રહેશે. શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર તદ્દન નિઃશુલ્ક રહેશે. વેવિશાળ કેન્દ્રનું સંચાલન હરીશભાઈ રાજા (કાર્યવાહક પ્રમુખ-લોહાણા મહાજન-મોરબી) મો.9879218415, કાશ્મીરાબેન કારીયા મો.6353550095, પપ્પુભાઈ ચંડીભમર (પૂર્વ પ્રમુખ- રઘુવંશી યુવક મંડળ-મોરબી) મો.9879355410, સુનિલભાઈ પુજારા મો. 9879396620, નરેન્દ્રભાઈ પાઁઉ મો.9574083111, અનિલભાઈ ગોવાણી મો.9033348062 દ્વારા કરવામાં આવશે. માહિતી કેન્દ્ર માત્ર લોહાણા સમાજના યુવક-યુવતીઓ માટે જ કાર્યરત રહેશે. લગ્ન ઉત્સુક યુવક-યુવતીઓના વાલીઓએ દર રવિવારે સાંજે 5 થી 7 કલાક દરમિયાન જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રૂબરૂ સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments