મોરબી : ગુર્જર સુથાર જ્ઞાતિ મોરબીના પ્રથમ વકીલ, ગુર્જર સુથાર વિદ્યાર્થી ભવનના ભૂતપૂર્વ ઉપપ્રમુખ, ખજાનચી, ટ્રસ્ટી, મોરબી બાર એસોસિએશનના ભૂતપૂર્વ સેક્રેટરી, મોરબી જિલ્લા ચાઇલ્ડ વેલફેર કમિટીના પ્રથમ ચેર પર્સન, મોરબી જિલ્લા ટ્રાફિક એજ્યુકેશનના સેક્રેટરી તથા જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના મેમ્બર રાજેશભાઈ હિરાલાલ બદ્રકિયાની ગણેશ ચતુર્થીના શુભ દિને ભારત સરકાર નવી દિલ્હી દ્વારા નોટરી તરીકે નિમણૂક થઈ છે.
નોટરી તરીકે નિમણૂક થતાં રાજેશભાઈ બદ્રકિયાને શુભકામનાઓ પ્રાપ્ત થઈ રહી છે. રાજેશભાઈ 1981 થી આર.એસ.એસ. સાથે સંકળાયેલા છે. જેઓ હાલ મોરબી જિલ્લાના આર.એસ.એસ.ના સામાજિક સદભાવ વિષયના સંયોજક તરીકે જવાબદારી વહન કરી રહ્યા છે. આર.એસ.એસ. મોરબી જિલ્લાની બૌદ્ધિક, સંપર્ક, પ્રચાર, સહ કાર્યવાહ જેવી વિવિધ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. ચોમેરથી તેઓને તેમના મો.નં. 9825421031 પર શુભ કામનાઓ મળી રહી છે.











