મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવનું સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર દ્વારા અયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે દરરોજ વિધ્નહર્તાની પૂજા અર્ચના, આરતી કરીને આરાધના કરવામાં આવે છે. ત્યારે આજે 31/08/2025ના રોજ આ ન્યુ હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં રાત્રે 09:30 વાગ્યે ગુજરાતની પ્રખ્યાત ચામુંડા આહીર રાસ મંડળીના રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાસ મંડળીની રમઝટ નિહાળવા દરેક લોકોને ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું છે.









