આગામી સમયમાં પાણી વિતરણના પ્રશ્નો દૂર કરવા અમે સતત પ્રયત્નશીલ : કમિશનર
મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ રાત્રીના સમયે ઓવરફ્લો થયો છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ આજે સવારે નવા નીરના વધામણાં કર્યા હતા અને આગામી સમયમાં પાણી વિતરણના પ્રશ્નો દૂર કરવાનું જણાવ્યું હતું.
મોરબીનો મહાકાય મચ્છુ 2 ડેમ રાત્રીના જ ઓવરફ્લો થઈ ગયો હતો. આજે મંગળવારે વેહલી સવારે મચ્છુ 2 ડેમના 2 દરવાજા અઢી ફૂટ ખોલવામાં આવ્યા છે. જ્યારે મચ્છુ 2 માંથી પાણી છોડવાના કારણે આગવથી ઓવરફ્લો થઈ ગયેલા મચ્છુ 3 ડેમના પણ 2 દરવાજા ખોલવાની ફરજ પડી છે. આ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ મચ્છુ–2 ડેમ સાઈટની મુલાકાત લઈ ત્યાં નવા નિરના વધામરણા કર્યા હતા.
આ વેળાએ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે મચ્છુ નદી ઉપરના આ ડેમથી મોરબી શહેર અને વિવિધ ગામોમાં પાણીનું વિતરણ થાય છે. ડેમ ભરાઈ ગયો છે. હવે પાણી વિતરણના જે પ્રશ્નો છે તેને દૂર કરવા સતત પ્રયાસો કરાશે.











