મોરબી: સંગમ ફાઉન્ડેશન દ્વારા માતાના મઢ કચ્છ જતાં પદયાત્રીઓ માટે ઉમા રિસોર્ટ મોરબી ખાતે સેવા કેમ્પ ગત તારીખ 12 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યો છે. આ સેવા કેમ્પમાં દરરોજ માં આશાપુરાની આરતી કરવામાં આવે છે. ત્યારે આ કેમ્પની પુર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મુલાકાત લીધી હતી. તેમજ સંગમ ફાઉન્ડેશનના તમામ સભ્યોની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. તેમજ બ્રિજેશભાઈ મેરજાએ માં આશાપુરાના દર્શન કરીને સર્વેનું કલ્યાણ કરે તેમજ પદયાત્રીઓની યાત્રા મંગલમય રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
પુર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાની મુલાકાત દરમિયાન કેમ્પમાં સેવા આપનાર સંદિપસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા, શિવાંગભાઈ નાનક સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પદયાત્રી સેવા કેમ્પ 12 સપ્ટેમ્બરથી લઈ 15 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. જેમાં પદયાત્રીઓ માટે 24 કલાક આરામદાયક રહેવાની, ચા, પાણી, શરબત, નાસ્તો, મેડિકલ, મોબાઈલ ચાર્જર તેમજ સ્નાનની વ્યવસ્થા કરવામાં આવી છે. આથી દરેક પદયાત્રીઓને આ સેવાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.











