Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતી

મોરબીમાં શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતી

મોરબી : મોરબી જલારામ ધામ ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતી રહી હતી. વાંકાનેરના રાજવી પરિવારના મહારાજા, રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાનું મોરબી લોહાણા સમાજના અગ્રણીઓએ જલારામ ધામ ખાતે અદકેરુ સન્માન કર્યું હતું. રાજ્યસભાના સાંસદે લોહાણા સમાજનાં સાવજ સ્વ.રસિકલાલ અનડકટને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

મોરબીના જલારામ ધામ ખાતે જલારામ ધામ મહિલા મંડળ દ્વારા સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન ૧૦૦૮ મહામંડલેશ્વર પ.પૂ. રત્નેશ્વરીદેવીજીના વ્યાસાસને કરવામાં આવ્યુ છે ત્યારે વાંકાનેર રાજવી પરિવારના મહારાજા-રાજ્યસભા ના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા સાહેબે જલારામ ધામ ખાતે ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો હતો. રાજ્ય સભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા સાહેબે લોહાણા સમાજના સાવજ સ્વ.રસિકલાલ અનડકટ તથા મોરબી લોહાણા સમાજ પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી સાથેના સંસ્મરણો યાદ કર્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે તેમનો અભ્યાસ પૂર્ણ કરી તેઓ વાંકાનેર આવ્યા ત્યારે સ્વ.રસિકલાલ અનડકટે તેમણે રાજકારણમાં પ્રવેશવા પ્રેરીત કર્યા હતા, તે ઉપરાંત લોહાણા સમાજના અગ્રણીઓએ સમગ્ર પંથકના વિકાસમાં અનન્ય ફાળો અર્પણ કર્યો છે તેવું તેમણે ઉમેર્યુ હતુ. મોરબી જલારામ ધામની સેવાકીય પ્રવૃતિઓને પણ તેઓએ બિરદાવી સંસ્થાના અગ્રણીઓને અભિનંદન પાઠવ્યા હતા તેમજ સ્વ.રસિકલાલ અનડકટને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આગામી સમયમાં સંસ્થાના અગ્રણીઓ સાથેના આ જુના સંબંધો વધુ નિકટ બનશે તેવું તેમણે જણાવ્યુ હતું.

મોરબી જલારામ ધામ ખાતે વિશેષ ઉપસ્થિત વાંકાનેર રાજવી પરિવારનાં મહારાજા-રાજ્યસભાનાં સાંસદ કેશરીદેવસિંહ ઝાલાનું મોરબી લોહાણા સમાજના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી (પ્રમુખ- લોહાણા મહાજન-મોરબી), હરીશભાઈ રાજા (કાર્યવાહક પ્રમુખ-લોહાણા મહાજન-મોરબી), ભાવીનભાઈ ઘેલાણી (ભાજપ અગ્રણી), રમણીકભાઈ ચંડીભમર (ટ્રસ્ટી-લોહાણા વિદ્યાર્થી ભવન-મોરબી), પ્રતાપભાઈ ચગ (ટ્રસ્ટી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી), કીશોરભાઈ ચંડીભમર (અગ્રણી-જલારામ ધામ-મોરબી), નવીનભાઈ રાચ્છ (ઉપપ્રમુખ-લોહાણા મહાજન-મોરબી), પપ્પુભાઈ ચંડીભમર (પૂર્વ પ્રમુખ-રઘુવંશી યુવક મંડળ-મોરબી, ચિરાગભાઈ રાચ્છ (અગ્રણી-અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી), નિર્મિતભાઈ કક્કડ (પ્રમુખ- જલારામ સેવા મંડળ-મોરબી), પારસભાઈ ચગ (ઉપપ્રમુખ- જલારામ સેવા મંડળ-મોરબી), અનિલભાઈ સોમૈયા (પ્રોજેક્ટ ચેરમેન તથા મહામંત્રી- જલારામ સેવા મંડળ-મોરબી), નિરવભાઈ હાલાણી (અગ્રણી- લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી), હસુભાઈ ચંડીભમર (લોહાણા સમાજ અગ્રણી), સુનિલભાઈ પુજારા (સંચાલક- જલારમા વેવિશાળ માહિતી કેન્દ્ર-મોરબી), નરેન્દ્રભાઈ પાઉ (અગ્રણીશ્રી- આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી તથા એકતા એ જ લક્ષ્ય સંગઠન-મોરબી), જયંતભાઈ રાઘુરા (વરિષ્ઠ ઉપપ્રમુખ- જલારામ સેવા મંડળ-મોરબી), અનિલભાઈ ગોવાણી (સહમંત્રી- જલારામ સેવા મંડળ-મોરબી), કીશોરભાઈ ઘેલાણી (ખજાનચી-જલારામ ધામ-મોરબી), મનોજભાઈ ચંદારાણા (સહમંત્રી-જલારામ સેવા મંડળ-મોરબી), વિપુલભાઈ પંડીત, સંજયભાઈ હીરાણી, અમિતભાઈ પોપટ, દરેક પોથી યજમાનો, ભાવનાબેન સોમૈયા (પ્રમુખ-જલારામ ધામ મહિલા મંડળ-મોરબી) સહીતનાં લોહાણા સમાજ ના અગ્રણીઓ ઉપરાંત સી.ડી.રામાવત (રામાનંદીય સમાજ અગ્રણી) , ડો.બી.કે.લહેરુ (બ્રહ્મ સમાજ અગ્રણી), કે.પી.ભાગીયા સાહેબ (પટેલ સમાજ અગ્રણી), જયેશભાઈ કંસારા (કંસાર સમાજ અગ્રણી) સહીતના અગ્રણીઓ દ્વારા અદકેરુ સન્માન કરવામાં આવ્યુ હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments