Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસ અને આપના નેતાઓની અટકાયત

મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસ અને આપના નેતાઓની અટકાયત

10 લાખ વૃક્ષો વાવ્યા તે જગ્યાને નમો વન નામ આપવા સામે વિરોધ, રાજવી પરિવાર કે ક્રાંતિકારીનું નામ આપવાની માંગ

મોરબી : મોરબીમાં આજે નમો વનના લોકાર્પણ માટે પધારનાર મુખ્યમંત્રીના આગમનની ઘડીઓ ગણાય રહી છે. તેવામાં વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

મોરબીના મચ્છુ-2 ડેમના કાંઠે પાંજરાપોળની વિશાળ જગ્યામાં મિયાવાકી પદ્ધતિથી 10 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ સ્થળને નમો વન નામ આપવામાં આવ્યું છે. જે આજે વડાપ્રધાન મોદીના જન્મદિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લું મુકવામાં આવશે.

ત્યારે આ નમો વનના નામ કરણને લઈને વિરોધ ઉઠી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા આ વનને રાજવી પરિવાર કે ક્રાંતિકારીનું નામ આપવાની માંગ સાથે ત્રાજપર ચોકડી ખાટ્સ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેને પગલે પોલીસ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના આગેવાનોની અટકાયત કરવામાં આવી છે. ત્યારબાદ આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા પણ અહીં પડાવ નાખીને મુખ્યમંત્રીને રજુઆત કરવાની માંગ કરાઈ હતી. તેમની પણ અટકાયત કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments