
દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જી ના આજે ૭૫માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે કચ્છ લોકસભા દ્વારા વિવિધ સેવાકીય કાર્યો સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વહેલી સવારે ભુજના સ્મૃતિવન ખાતે માન.સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાની સંસ્થા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ, અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે યોગ શિબિરનું આયોજન કરાયું. આ પ્રસંગે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને યોગાભ્યાસ કર્યો હતો. આ પ્રસંગે ભુજના નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રશ્મિબેન સોલંકી, અંગદાનના પ્રણેતા શ્રી દિલિપભાઈ દેશમુખ, જીલ્લા ભા.જ.પા મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, જિલ્લા ભા.જ.પા યુવા મોરચાનાં પ્રમુખ શ્રી તાપસ શાહ સહીત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા.

કચ્છ લોકસભા દ્વારા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટના માધ્યમથી એક લાખ સેનેટરી પેડ વિતરણના સંકલ્પ સાથે આજે ભુજ ખાતે ઈન્દ્રાબાઇ ગર્લ્સ હાઈસ્કુલની દીકરીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રશ્મિબેન સોલંકી, જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મનીષાબેન વેલાણી, કાઉનસીલર શ્રી મનીષાબેન સોલંકી સહીત હાઈસ્કુલના આચાર્યશ્રી અને શિક્ષકશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જીના જન્મદિવસ નિમિત્તે આજે છપરી તળેટી, ગામ: સુખપર(રોહા) તા.નખત્રાણા મધ્યે “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત “નમોવન” નું લોકાર્પણ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, નખત્રાણા તાલુકા ભા.જ.પા નાં આગેવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.


જનનાયક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના ૭૫માં જન્મદિવસ નિમિતે કચ્છ ના સાંસદશ્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રીશ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર ભવન મધ્યે પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલ જેમાં સરકારશ્રી ની વિવિધ સેવાકીય યોજનાઓ ના લાભ છેવાડા ના નાના માં નાના માનવી સુંધી પહોચાડવામાં આવેલ. દિવ્યાંગો ને સાધન સહાય સાંસદશ્રી તરફ થી વિતરણ કરવામાં આવેલ.
આ પ્રસંગે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે દેશ ના સમર્થ જનનાયક, કરોડો વિકાસ વંચિતો ને વિકાસ ના મુખ્ય પ્રવાહમાં લાવનાર, ભારત ને મજબુત, સમૃધ્ધ અને સ્વાભિમાની રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરનાર આ સદીના યુગ પુરુષ આત્મનિર્ભર ભારત રાષ્ટ્ર સર્જક આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના સ્વાસ્થય અને દીર્ઘાયુ ની પ્રાર્થના સાથે આજે વિકાસ વંચિતો, દિવ્યાંગો ને સરકારી યોજના અને અમારી સંસ્થા સમાજ નવનિર્માણ – ભુજ દ્વારા વિવિધ સહાયો નું વિતરણ કરવા માટે પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળા નું આયોજન કરવામાં આવેલ છે. તેમજ કચ્છ ભરમાં મોદીજીના જન્મ દિવસ નિમિતે વિવિધ સેવાકીય કાર્યો આયોજિત કરવામાં આવેલ.
“कच्छं विश्वसंस्कृतिस्थानम्” (કચ્છ – વિશ્વ સંસ્કૃતિનું સ્થાન) The Kachchh – The Cultural Destination આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જીના જન્મદિવસ નિમિત્તે કચ્છ એક ઐતિહાસિક અને અનોખો વર્લ્ડ રેકોર્ડ સર્જવા જઈ રહ્યું છે ત્યારે “એક કચ્છ – એક શપથ – એક ભારત” અભિયાન અંતર્ગત આજરોજ સ્મૃતિવનના પવિત્ર પ્રાંગણમાં વિશ્વની સૌથી મોટી લાઈવ ઑનલાઇન તથા ઑફલાઇન શપથવિધિનો આયોજન કરાયું જે પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા એ ઉપસ્થિત સૌ લોકો સાથે શપથ લીધી.

દેશના લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન’ નો માનનીય વડાપ્રધાનશ્રીના વરદહસ્તે દેશવ્યાપી વર્ચ્યુઅલ શુભારંભ પ્રસંગે આજે ઢોરી ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા એ હાજરી આપી. આ પ્રસંગે ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, જિલ્લા કલેકટર શ્રી આનંદ પટેલ, જિલ્લા ભા.જ.પા મહામંત્રી શ્રી ધવલ આચાર્ય સહિત પાર્ટી આગેવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.
નવરાત્રી નાં નવ દિવસ માં ની આરાધના – પુજન ગરબાનો આનંદ માણવા લાખો માઈ ભક્તો નવરાત્રી પ્રારંભ થાય તેનાથી આગળ સૌરાષ્ટ્ર – કચ્છ અને ગુજરાત ભર માંથી લાખો માઈ ભક્તો પદયાત્રા કરી કચ્છ ધણીયાણી માં આશાપુરા – માતાનામઢ દર્શને જાય છે તેમની સુવિધા અને સેવા માટે અસંખ્ય સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ છે. સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ – ભુજ તરફથી મિરઝાપર હુંડાઈ શો રમ પાસે માં આશાપુરા પદયાત્રી (સ્વદેશી) સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. સ્વદેશી અપનાવીએ ભારતને આત્મનિર્ભર બનાવીએ માટે મોદીજી નાં સંદેશ ને સાર્થક કરવા વોકલ ફોર લોકલ સુત્ર ને સાર્થક કરવા આજે કેમ્પ ની શુભ શરૂઆત કરવામાં આવી. હજારો યાત્રીક આ સેવા કેમ્પ નો લાભ લેશે. તેમ સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું








