Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપાલણપીરના મેળાની સાંસદ કેસરીદેવસિંહજી સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી

પાલણપીરના મેળાની સાંસદ કેસરીદેવસિંહજી સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી

ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા ગામે આવેલા પાલણપીરની મેડી ખાતે યોજાયેલા ત્રિદિવસીય જાતર મેળામાં અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, અને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા સહિતના અગ્રણીઓએ પાલણપીર દાદાના દર્શન કર્યા હતા.

આ પ્રસંગે, મંદિર પ્રાંગણમાં સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું. મંદિરના ટ્રસ્ટી દેશા આપા ગરનું પણ વિશેષ અભિવાદન કરાયું હતું. સન્માન સભા દરમિયાન, ઉપસ્થિત આગેવાનોએ મંદિરના વિકાસ માટે મદદ રૂપ થવા વચનબધ્ધ થયા હતા. પાલણપીર સેવા સમિતિ વતી અર્જુનભાઈ ચૌહાણ, નાગજીભાઈ ચૌહાણ અને ચંપાબેન મારુએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments