મોરબી : મોરબી જલારામ ધામ ખાતે આયોજીત ભાગવત્ સપ્તાહમાં અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાનાં સંસ્થાપક સ્વ.રસિકલાલ અનડકટના સુપુત્ર, રાજકોટ ભાજપના હોદેદારો, આમ આદમી પાર્ટી મોરબી જીલ્લાના હોદેદારો, જલારામ ધામ સદાવ્રતના પ્રણેતાઓ, લોહાણા મહાજનના હોદેદારો, લોહાણા વિદ્યાર્થી ભવનના કારોબારી સભ્યો ,સમસ્ત પોપટ પરિવાર, સહીતની વિવિધ સંસ્થાનાં અગ્રણીઓએ અંતિમ દીવસે કથા શ્રવણનો લાભ લીધો હતો. આ તકે જલારામધામના અગ્રણીઓએ ઉપસ્થિત અગ્રણીઓનું સન્માન કર્યું હતું.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ ધામ ખાતે શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા સર્વપિતૃ મોક્ષાર્થે શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પ.પૂ.રત્નેશ્વરીદેવીજી ના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું અનેરુ આયોજન કરવા માં આવેલ છે ત્યારે ભાગવત્ સપ્તાહ માં અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના ના સંસ્થાપક સ્વ. રસિકલાલ અનડકટ ના સુપુત્ર કેયુરભાઈ અનડકટ, રાજકોટ ભાજપ વેપારી સેલ પ્રમુખ સંદીપભાઈ દેપાણી, જલારામ ધામ-મોરબી ખાતે ચાલતા સદાવ્રત ના પ્રણેતા જીજ્ઞેશભાઈ પોપટ તથા નેહલભાઈ કોટક, શ્રી લોહાણા મહાજન-મોરબી ના મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છ, શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન-મોરબી ના કીશોરભાઈ પલાણ, નરેન્દ્રભાઈ પોપટ, કેતનભાઈ માણેક, સમસ્ત પોપટ પરિવાર ના અગ્રણી પ્રફુલ્લભાઈ પોપટ,સી.પી.પોપટ, નટુભાઈ પોપટ, આમ આદમી પાર્ટી મોરબી જીલ્લા ના પ્રભારી પંકજભાઈ રાણસરીયા, આમ આદમી પાર્ટી મોરબી જીલ્લા ના ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ વિરમગામા રઘુવંશી અગ્રણી ભરતભાઈ સેજપાલ, અમિતભાઈ દક્ષીણી સહીતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ અગ્રણીઓએ કથા શ્રવણનો લાભ લીધો હતો. જલારામ ધામ ના અગ્રણીઓ દ્વારા તમામ અગ્રણીઓનું અભિવાદન કરવામાં આવ્યુ હતુ.



















