Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiનવરાત્રિ પર્વના ઉપવાસ દરમિયાન તંદુરસ્ત રહેવા મોરબીની નક્ષત્ર હોસ્પિટલની સલાહ

નવરાત્રિ પર્વના ઉપવાસ દરમિયાન તંદુરસ્ત રહેવા મોરબીની નક્ષત્ર હોસ્પિટલની સલાહ

મોરબીના શનાળા રોડ પર આવેલી નક્ષત્ર હોસ્પિટલ દ્વારા નવરાત્રિ દરમિયાન ઉપવાસ રાખનારા લોકો માટે ખાસ હેલ્થ ટિપ્સ જાહેર કરવામાં આવી છે. હોસ્પિટલ તરફથી જણાવાયું છે કે ઉપવાસ દરમિયાન શરીરમાં ઉર્જા જળવાઈ રહે તે માટે સવારે દહીં, ફળો અને બદામનો સેવન કરવો જોઈએ તેમજ આખા દિવસ દરમિયાન ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવું જરૂરી છે. સાથે જ તળેલી અને ગળી વસ્તુઓ ઓછી ખાવાની સલાહ આપવામાં આવી છે. નિષ્ણાતો મુજબ ઉપવાસ કરનારોએ નિયમિત ૭ થી ૮ કલાકની ગાઢ ઉંઘ લેવી, શ્વાસ લેવાની કસરત કરવી અને ઘરના ભારે કામકાજથી દૂર રહેવું જોઈએ. નક્ષત્ર હોસ્પિટલનું કહેવું છે કે આ ટિપ્સનું પાલન કરવાથી ઉપવાસ દરમિયાન તંદુરસ્તી જળવાઈ રહે છે અને થાક અનુભવાતો નથી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments