મોરબી: આજે સંકલ્પ દિવસ નિમિતે આજે તા.23 સપ્ટેમ્બરના રોજ ટંકારા તાલુકામાં સ્વયંમ સૈનિક દળ દ્વારા મહારેલી મહા સલામી અને મહા સભાનું અયોજન કરવામા આવ્યું હતું. જેમાં બાળકોને મહાપુરુષોના ગેટઅપ અને ટેબ્લો બનાવવામાં આવ્યા હતા.
આ મહારેલીનું આયોજન તા. 23-9-2025ના રોજ સવારે 9 થી બપોરના 12 કલાક દરમ્યાન ડો. બાબાસાહેબ આંબેડકર હોલ, લતીપર ટંકારા હાઇવેથી ઉગમણાનાકા – છાપરી – મહર્ષિ દયાનંદ ગેટ સુધી કરવામાં આવ્યું હતું. જેમાં આશરે 1000થી વધુ વ્યક્તિઓ જોડાયા હતા.
નોંધનીય છે કે, ડો. બાબાસાહેબ આંબેડકરે બરોડામાં સંકલ્પ લીધો કે, બહુજનો અને જાતીવ્યવસ્થાને ખતમ નહિ કરું અને એને જડમુળમાંથી ખતમ નહિ કરું તો મારાં લમણે ગોળી મારી દઈશ. તેમને આ સંકલ્પ મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં 23 સપ્ટેમ્બર 1917માં લીધો હતો. જેને આજે 108 વર્ષ થયાં છે. ત્યારે તેના ઉપલક્ષમાં આ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.














