Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiચેક રિટર્નની ખોટી નોંધાવનાર વાંકાનેરના ફાયનાન્સર સામે જ ગુનો દાખલ

ચેક રિટર્નની ખોટી નોંધાવનાર વાંકાનેરના ફાયનાન્સર સામે જ ગુનો દાખલ

વાંકાનેર : આજના સમયના વ્યાજ ખોરો જામીનગીરીમાં કોરા ચેક પડાવી લઈ બાદમાં ચેક રિટર્નનો કેસ કરી ખોટી ફરિયાદ નોંધાવતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેવામાં વાંકાનેર કોર્ટે આવા જ એક કેસમાં આકરૂ વલણ અપનાવી ચેક રિટર્નની ખોટી ફરિયાદ નોંધાવનાર ફાયનાન્સર સામે પોલીસે ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરાઈ છે.

વાંકાનેર એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં આરોપી સોયબઅલી અલીમહમદ બ્લોચ દ્વારા ચેક રિટર્ન કેસની ફરિયાદ નોંધાવી હતી જેમાં રૂપિયા 89,980ની રકમ ધિરાણ કરી હોવાનું જણાવ્યું હતું. જો કે, ઉલટ તપાસમાં ફરિયાદી એવા આરોપી વ્યાજે આપેલ નાણાં કેટલા ધીર્યા છે તેમજ જેટલી રકમ ધીરણ કરી છે તેના બદલે જામીનગીરીમાં મેળવેલ બે ચેક અંગે પુરાવાઓ રજૂ ન કરી શક્યા હતા અને એક વખત 50 હજાર તેમજ બીજી વખત 19980 હાથ ઉછીના આપ્યા હોવાનું જણાવતા વધુ નાણાં વસુલવાના આશયથી કોર્ટ સમક્ષ ખોટી ફરિયાદ કરવા મામલે કોર્ટે ગંભીર નોંધ લઈ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા આદેશ કરતા કોર્ટના રજિસ્ટ્રાર જયપ્રકાશ છગનભાઇ સાંગણીએ એસબી ફાયનાન્સના સંચાલક એવા આરોપી સોયબ બ્લોચ વિરુદ્ધ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments