Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં નવરાત્રી નિમિતે 911 કન્યાઓનું પૂજન તેમજ શસ્ત્ર પૂજન કરાયું

મોરબીમાં નવરાત્રી નિમિતે 911 કન્યાઓનું પૂજન તેમજ શસ્ત્ર પૂજન કરાયું

મોરબી : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક ડો.પ્રવિણભાઈ તોગડીયાજીના માર્ગદર્શન હેઠળ દેશભરના વિવિધ પ્રખંડોમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રીના પાવનપર્વ નિમિતે માઁ જગદંબાની આરાધના ઉપરાંત કન્યા પૂજન તેમજ શસ્ત્ર પૂજનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા મોરબી જીલ્લા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા તા. 28-9-2025 રવિવારના રોજ સવારે 9 કલાકે શહેરના જલારામ ધામ ખાતે 911 કન્યાઓનું પૂજન તેમજ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યુ હતું.

જેમાં બજરંગ ગરબી મંડળ, પંચેશ્વરી ગરબી મંડળ, રેલવે કોલોની ગરબી મંડળ, વસંત પ્લોટ ગરબી મંડળ, નવદુર્ગા ગરબી મંડળ, ભવાની ચોક ગરબી મંડળ, પંડિત દીનદયાલ આશ્રય સ્થાન, શક્તિ બાળ મંડળ, બાલિકા ગરબી મંડળ, બુઢા બાવા ગરબી મંડળ સહીતના ગરબી મંડળ ની બાળાઓ ઉપરાંત હોસ્પીટલ ના નર્સિંગ સ્ટાફની બહેનો સહીત કુલ 911 કન્યાઓનું પૂજન તેમજ શસ્ત્ર પૂજન યોજાયું હતું. ઉપસ્થિત દરેક કન્યાઓનો કૃષ્ણસિંહજી ઝાલા, વિનોદભાઈ રામજીભાઈ બારા, ગીરીશભાઈ ઘેલાણી, પ્રતાપભાઈ ચગ, ધર્મેન્દ્રભાઈ કાલરીયા, પારસભાઈ ચગ, કીશોરભાઈ ચંડીભમર, હરીશભાઈ રાજા, દીનેશભાઈ પારેખ, પિયુષભાઈ વાઢારા, સી.પી.પોપટ, હસુભાઈ પુજારા, નિર્મિતભાઈ કક્કડ સહીત નાં અગ્રણીઓ દ્વારા લ્હાણી અર્પણ કરવામાં આવી હતી તેમજ દરેક માટે મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં મહામંડલેશ્વર પ.પૂ.રત્નેશ્વરી દેવીજી તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના મહામંત્રી શશીકાંતભાઈ પટેલ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી, મોરબી જીલ્લા અધ્યક્ષ સી.ડી.રામાવત, રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જિલ્લા અધ્યક્ષ નેવીલભાઈ પંડિત, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી શહેર અધ્યક્ષ પારસભાઈ ચગ, ધર્મેન્દ્રભાઈ કાલરીયા, લખનભાઈ કક્કડ, નરેન્દ્રભાઈ પાવ, કે.પી.ભાગીયા, સી.પી.પોપટ, કીશોરભાઈ ચંડીભમર, હસુભાઈ પુજારા, કીશોરભાઈ ઘેલાણી, રમણીકભાઈ ચંડીભમર, ચિરાગભાઈ રાચ્છ, નિરવભાઈ હાલાણી, સુનિલભાઈ પુજારા, જયંતભાઈ રાઘુરા, ભાવેશભાઈ બુદ્ધદેવ, જગદીશભાઈ કોટક, હરીશભાઈ રાજા, હરીશભાઈ સોમમાણેક, હીતેશભાઈ જાની, ચંદ્રીકાબેન પલાણ, રઘુવંશી મહિલા મંડળ તથા જલારામ ધામ મહિલા મંડળ ના બહેનો, જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર, ધીરજલાલ ઠકરાર, પ્રવિણભાઈ કારીયા, વૈદેહી સંત્સંગ મંડળ, દીગુભા ઝાલા, સંગ્રામસિંહ જાડેજા, પપ્પુભાઈ ચંડીભમર, અશોકભાઈ જોશી, રાજુભાઈ વિંધાણી સહીતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી કન્યા પૂજન તેમજ શસ્ત્ર પૂજન કર્યુ હતું. તેમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી શહેરમંત્રી નિર્મિતભાઈ કક્કડે યાદીમાં જણાવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments