અત્યાર સુધીના 48 કેમ્પમાં 13695 લોકોએ લાભ લીધો તેમજ 6214 લોકોના વિનામૂલ્યે નેત્રમણી ઓપરેશન
મોરબી : જાણીતી આંખની હોસ્પિટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની 4 તારીખે શહેરના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાય છે. જે અંતર્ગત તા. 4-10-2025 ને શનિવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન તરશીભાઈ હરખાભાઈ દેત્રોજા પરિવારના સહયોગથી કેમ્પ યોજાશે.
રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો.બળવંતભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામૂલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દર મહીનાની 4 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે.
વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી મો. નં. 9825082468, નિર્મિતભાઈ કક્કડ 9998880588, હરીશભાઈ રાજા 9879218415, અનિલભાઈ સોમૈયા 8511060066 પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, ગત 48 માસ દરમિયાન યોજાયેલ કેમ્પમાં કુલ 13695 લોકોએ લાભ લીધો હતો તેમજ 6214 લોકોના વિનામૂલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.










