Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સરપ્રાઈઝ રીતે કેક કટીંગ સાથે સંત શિરોમણી જલારામ બાપાની જન્મજયંતિ ઉજવાશે

મોરબીમાં સરપ્રાઈઝ રીતે કેક કટીંગ સાથે સંત શિરોમણી જલારામ બાપાની જન્મજયંતિ ઉજવાશે

જલારામ ધામ ખાતે જલારામ બાપાની 226મી જન્મજયંતીએ મહાપ્રસાદ સહીત સપ્તવિધ કાર્યક્રમોનું આયોજન

મોરબી : સંત સિરોમણી શ્રી પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતી આવી રહી છે. દેશ-વિદેશના ભક્તજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ ધામ દ્વારા તા. 29-10-2025 ને બુધવાર કારતક સુદ સાતમના રોજ પૂ.જલારામબાપાની 226મી જન્મજયંતીએ સપ્તવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવવાનું આયોજન કર્યુ છે.

જે અંતર્ગત સવારે 6 કલાકે પ્રભાતધૂન, 10 કલાકે અન્નકુટ દર્શન, બપોરે 11:30 કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ, બપોરે 12 કલાકે મહાઆરતી,12:30 કલાકે મહાપ્રસાદ, બપોરે 2:30 કલાકે પૂ.જલારામ બાપાનું પૂજન, બપોરે 4 કલાકે સમસ્ત જલારામ ભક્તો માટે સરપ્રાઈઝ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, મોરબી શ્રી જલારામ ધામ દ્વારા પ્રતિવર્ષ જલારામ જયંતિના પાવન પર્વ નિમિતે અતિથી વિશેષ તરીકે સમાજની વિશેષ વ્યક્તિઓને આમંત્રીત કરી તેમના હસ્તે કેક-કટીંગ કરાવવામાં આવે છે. પ્રથમ વર્ષે મનો વિકલાંગ બાળકો, બીજા વર્ષે થેલેસેમિયાગ્રસ્ત બાળકો,ત્રીજા વર્ષે અંધજનો, ચોથા વર્ષે ભિક્ષુકો,પાંચમા વર્ષે શહીદ પરિવાર, છઠ્ઠા વર્ષે વૃધ્ધાશ્રમના વડીલો, સાતમા વર્ષે અનાથાશ્રમની બાળાઓ, આઠમા વર્ષે કીન્નરો, નવમા વર્ષે મહિલા ટ્રાફીક બ્રિગેડ, દસમા વર્ષે શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓ, અગિયારમાં વર્ષે ફાયર બ્રિગેડના જવાનો, બારમા વર્ષે હોટેલમાં કામ કરતી પરપ્રાંતિય વેઈટ્રેસ દ્રારા, તેરમા વર્ષે પીજીવીસીએલના વાયરમેન, ગત વર્ષે એસ.ટી. વિભાગના મહિલા કંડકટરના હસ્તે કેક કટીંગ કરવામાં આવ્યું હતું. પ્રવર્તમાન વર્ષે પણ સમાજના આવા જ વિશેષ વ્યક્તિઓ ને અતિથી વિશેષ તરીકે સ્થાન આપી, તેમના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતી ઉજવવામાં આવશે.

પ્રવર્તમાન વર્ષે બપોરે 4 કલાકે સર્વે જલારામ ભક્તો માટે શ્રી લોહાણા મહાજન-મોરબી, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી, શ્રી જલારામ ધામ-મોરબી, શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી, શ્રી જલારામ સેવા મંડળ-મોરબી, શ્રી જલારામ ધામ મહિલા મંડળ-મોરબી સહીતની વિવિધ સંસ્થાઓ દ્વારા ભવ્ય તથા દીવ્ય સરપ્રાઈઝ કાર્યક્રમ યોજાશે. આમંત્રિત વિશેષ વ્યક્તિઓનુ નામ સરપ્રાઈઝ રાખવામાં આવેલ છે. જે જલારામ જયંતિના દીવસે જાહેર થશે. ઉપરોક્ત તમામ કાર્યક્રમમાં સર્વે જલારામ ભક્તોને પધારવા ભાવભર્યુ નિમંત્રણ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments