Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં જય શ્રીરામના ગગનભેદી નારા સાથે 51 ફૂટ ઊંચા રાવણના પુતળાનું દહન

મોરબીમાં જય શ્રીરામના ગગનભેદી નારા સાથે 51 ફૂટ ઊંચા રાવણના પુતળાનું દહન

જય અંબે ગરબી મંડળ દ્વારા દશેરા નિમિત્તે રાવણની સાથે કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાનું દહન કરાયું

મોરબી : મોરબીમાં દર વર્ષે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન જય અંબે ગરબી મંડળ દ્વારા કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આજે પણ દશેરા નિમિત્તે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારે રામ રાવણનું યુદ્ધ સહિતના કાર્યક્રમો જોવા માટે થઈને મોટી સંખ્યામાં મોરબીના લોકો ત્યાં ઉમટી પડ્યા હતા.

વિજયા દશમીની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી હતી અને રાવણ દહનના કાર્યક્રમ યોજાયા હતા ત્યારે મોરબીમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો તે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મોરબીના લોકો જોડાયા હતા મોરબીમાં અવની ચોકડી પાસે આવેલ જય અંબે સોસાયટી પાછળ આવેલ સન ફ્લોરા સામે ખુલ્લા ખેતરમાં જય અંબે ગરબી મંડળ દ્વારા સતત ચોથા વર્ષે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં રાવણ દહન કરતાં પહેલા શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં માત્ર રાવણ જ નહીં પણ તેની સાથે કુંભકરણ અને મેઘનાથનું પણ દહન કરવામાં આવ્યું હતું. આ વર્ષે 51 ફૂટ ઊંચા રાવણના પુતળાની સાથે 31 ફૂટના કુંભકર્ણ અને 31 ફૂટના મેઘનાથના પુતળાનું પણ દહન કરવામાં આવ્યું હતું. ત્યારે જયશ્રી રામ ના નારાથી મોરબી ગુંજી ઉઠ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments