Monday, March 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ગાંજાના કેસમાં આરોપીને જામીન પર છોડવાનો કોર્ટનો હુકમ

મોરબીમાં ગાંજાના કેસમાં આરોપીને જામીન પર છોડવાનો કોર્ટનો હુકમ

મોરબી : મોરબીમાં ૨ કીલો ૮૮૫ ગ્રામ (ઈન્ટરમીડીયેટ કોન્ટેટી) ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીએ જામીન મુક્ત થવા માટે મોરબીની કોર્ટમાં અરજી કરી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતોને આધીન જામીન મંજૂર કરેલ છે.

આ બનાવની ટુંકમાં વિગત એવી છે કે મોરબી પોલીસે ૨ કીલો ૮૮૫ ગ્રામ ગાંજા (કોમર્શીયલ કોન્ટેટી) ના આરોપી અનુજકુમાર રમેશચંદ્ર વર્મા રહે. ભુલભુલૈયા બેલ તાલુકો ફરઘાના જીલ્લો લખીમપુર ખીરી ઉતરપ્રદેશ વાળાને મોરબી સીટી બી ડીવી. પોલીસે એન.ડી.પી.એસ.ના ગુનામાં પકડ્યો હતો અને કોર્ટમાં રજુ કરીને તેને જેલ હવાલે કરવામાં આવેલ હતો ત્યાર બાદ આરોપી અનુજકુમાર રમેશચંદ્ર વર્માએ રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી અને આ જામીન અરજી નામ. સેશન્સ કોર્ટમાં ચાલી ગયેલ હતી તેમાં વકીલ મનીષાભાઈ પી. ઓઝાએ કરેલ ઘારદાર દલીલ માન્ય રાખી સેસન્સ જજ કે.આર. પંડયા સાહેબે આરોપી અનુજકુમાર રમેશચંદ્ર વર્માને શરતોને આધીન ૧૫,૦૦0 ના રેગ્યુ. જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપીના વકીલ તરીકે મોરબીના સીનીયર વકીલ મનીષભાઈ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલ હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments